SILENCE PLEASE ! PART: 1

153 170 (10% Off)
Name: સાયલન્સ પ્લીઝ!
SKU Code: 9349
Weigth (gms): 150
Year: 2023
Pages: 120
ISBN: 9788190641609
Availability: In Stock

સાયલન્સ પ્લીઝ!

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

સાયલન્સ પ્લીઝ : સ્વાનુભવોનો સંગ્રહ

ડૉ. આઈ. કે. વીજળીવાળા ભાવનગરના જાણીતા બાળરોગ નિષ્ણાત છે. બાળદર્દીઓ સાથે કામ કરતાં જે કોઈ પ્રસંગ કે ઘટના એમને અસામાન્ય કે વિસ્મયપ્રેરક લાગ્યાં તે દરેક સત્ય ઘટનાનું તેમણે અહીં ખૂબ જ સુઘડ રીતે નિરૂપણ કર્યું છે.


તેમણે નિરૂપેલ સત્યઘટનાઓમાં ચમત્કાર, શ્રદ્ધા, પ્રેમ, આનંદ તેમજ આઘાત પણ સમાવિષ્ટ છે. ક્યાંક માણસની દિલાવરી છે, તો વળી કોઈક જગ્યાએ એના મનની સંકુચિતતા પણ આલેખાઈ છે. ડૉક્ટરના પોતાના જીવનનો પ્રસંગ પણ આપણને ઈશ્વરમાં શ્રદ્ધા જગાડી આપે તેવો પ્રેરક છે. જેને ક્યારેય ગર્ભ ન રહ્યો હોય તેવી માતાને દત્તક લીધેલા પુત્ર તરફના ગાઢ પ્રેમના કારણે ધાવણ આવવા જેવો ચમત્કાર બને ત્યારે કે સર્પદંશથી મૃત્યુના મોંમાં પહોંચી ગયેલી બાળાનો જીવ પાછો આવે ત્યારે આપણે પણ નિઃશબ્દ બની જવા જેવી અનુભૂતિ કરીએ છીએ. શીર્ષકની સાર્થકતા દરેક પ્રસંગ- ઘટનાને અંતે અનુભવાય છે.


‘મોતીચારો' અને મનનો માળો' નામનાં પોતાનાં પ્રથમ બે પુસ્તકોમાં ડૉ. વીજળીવાળાએ ઇન્ટરનેટ પરથી ઉતારેલી કથાઓનો ભાવાનુવાદ આપ્યો હતો. તેમના આ ત્રીજા પુસ્તકમાં પોતાને થયેલા અનુભવોની સત્યકથાઓ એમણે આલેખી છે, જે અગાઉનાં બે પુસ્તકોની માફક જ શ્રદ્ધાપ્રેરક છે.


કેટલીક વાતોનો અંત દુઃખદ, ન સ્વીકારી શકાય તેવો હોવા છતાં એ ઈશ્વરની અકળ હાજરીનો અહેસાસ કરાવે છે, માનવીની શક્તિ-મર્યાદાની સમજણ આપે છે અને સંઘર્ષો તેમજ દુઃખો સામે જીવવાનું બળ પૂરું પાડે છે.


ડૉ. વીજળીવાળાએ લખેલ આ સ્વાનુભવની કથાઓ દરેક વાચકને ગમશે.

ડૉ.પ્રવીણભાઈ સી. શાહ

ભાવનગર

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત