SATHIDAR NI SHODH MA

153 170 (10% Off)
Name: સાથીદારની શોધમાં
SKU Code: 9149
Weigth (gms): 180
Year: 2023
Pages: 152
ISBN: 9788190641654
Availability: Out Of Stock

સાથીદારની શોધમાં

Out Of Stock

Call For Availability: +91 9737224104

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

ઇજિપ્તના અઢારમા રાજવંશના રાજા અખેનાતન તેમજ તેમની રાણી નેફરટીટીનું જીવન અનેક ભેદભરમથી ભરેલું છે. ઘણા ઇતિહાસકારો એમને એકેશ્વરવાદના પ્રણેતા કહે છે તો વળી ઘણા એમને અંતરિક્ષમાંથી ઊતરી આવેલ પરગ્રહવાસી પણ ગણે છે. રાતોરાત આખા ઈજિપ્તના પરંપરાગત ધર્મને ઉથલાવીને એક જ ઈશ્વર – સૂર્ય ભગવાનની સ્થાપના કરવાની ગજબની હિંમત દેખાડનાર એ રાજવી, વચ્ચે બે હજાર વરસ સુધી દુનિયાની નજરે જ ન ચડે એમ ગાયબ રહ્યા.

એમનું નામોનિશાન મિટાવી દેવા માટે એમના પછી આવેલા વંશોએ બરાબર મહેનત કરી. પરંતુ એમના વખત – અલ-અમર્ના વખતના પથ્થરો અને ઇમારતોના અવશેષોએ એમને પાછા દુનિયા સમક્ષ પ્રગટ કરી આપ્યાં. પરંતુ ફારો (રાજા) અખેનાતન અને એની રાણીના મૃતદેહો આજ સુધી મળ્યા નથી. એ માટેના દાવા ઘણા થયા છે, પણ સર્વાનુમતે સ્વીકાર્ય એવું કાંઈ હાથ લાગ્યું જ નથી.

એમના સમયના ભેદભરમોથી હું એટલો બધો પ્રભાવિત થયો છું કે એ બધું વાતિમાં વણી મારા બાળદોસ્તો સુધી પહોંચાડવાની જાણે કે મને તાલાવેલી લાગી હતી. આજે એ કાર્ય સંપન્ન થઈ રહ્યું છે ત્યારે મને એક ભેદી રોમાંચ થઈ રહ્યો છે.

ડૉ. આઈ. કે. વીજળીવાળા

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત