BAL AAROGYASHASHTRA ( SOFT BOUND )

315 350 (10% Off)
Name: બાળ આરોગ્યશાસ્ત્ર
SKU Code: 801
Weigth (gms): 470
Year: 2023
Pages: 496
ISBN: 9789310001624
Availability: In Stock

બાળ આરોગ્યશાસ્ત્ર

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

મેં આરોગ્યના ક્ષેત્રમાં પુરાં પાંચ વર્ષ કામ કર્યું
છે. મા-બાપ તથા બાળકોને મૂંઝવતા પ્રશ્નોની હું
કેટલીય તાલીમ શિબિરોમાં સાથી થઈ છું.
તબીબીશાસ્ત્ર વિશે જરૂરી જ્ઞાન તથા માહિતી આપતાં
પુસ્તકોનો ગુજરાતી ભાષામાં કારમો દુષ્કાળ છે એ
વાત ત્યારે પણ વધુ સાચી હતી. હવે ધીરે ધીરે થોડું
ચોડું લખાતું થયું છે. આજ સુધીમાં પ્રગટ થયેલાં
આવાં બધાં જ પુસ્તકોમાં ડૉ. વિજળીવાળાનું આ
પુસ્તક બાળઆરોગ્યના ક્ષેત્રે ખરેખર જ અદ્વિતીય
કહી શકાય એવું છે. ગર્ભધારણની પળથી બાળક
મોટું થાય ત્યાં સુધીના એના નાના-મોટા બધા જ
રોગોની અહીં ચર્ચા થઈ છે. સાવ સામાન્યથી લઈને
ગંભીર પ્રકારના પ્રશ્નોની સાવ સરળ ભાષામાં ચર્ચા
થઈ છે. બાળઆરોગ્યક્ષેત્રે આપણે ત્યાં વહેમો અને
ધતિંગોનો પાર નથી. ડૉ. વિજળીવાળાએ મા-બાપ
દ્વારા પૂછાતા પ્રશ્નોના જવાબરૂપે, હળવી રંગે આ
વહેમો- ધતિંગોની વાત વણી લઈને મા-બાપને શક્ય
તેટલાં રેશનલ બનાવવાની પ્રામાણિક કોશિશ કરી
છે. તબીબીક્ષેત્રની ભારેખમ પરિભાષાઓને અહીં
સામાન્ય માણસ સમજી શકે એ રીતે રજૂ કરવામાં
આવી છે. આ પુસ્તક સરળ ભાષામાં, સાચી દિશાનું
જ્ઞાન આપી શકે એવું સમૃદ્ધ અને વિશ્વસનીય છે.
આવાં પુસ્તકોનો બહોળો પ્રચાર તથા પ્રસાર થવો
જરૂરી છે.

- શરીફા વીજળીવાળા

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત