KAL NI KEDI AE THI : SILENCE PLEASE ! PART: 3

153 170 (10% Off)
Name: કાળની કેડીએથી
SKU Code: 4727
Weigth (gms): 120
Year: 2023
Pages: 104
ISBN: 9788190641678
Availability: In Stock

કાળની કેડીએથી

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

જિંદગીએ આટલા વરસોમાં સુખ, દુઃખ, તડકો, છાંયડો
એમ ઘણી બધી વિવિધતા બતાવી. એ બધાને
અનુભવતા, જોતા, સહન કરતા આગળ વધવાનું બન્યું.
દિલ નીચોવી નાખતું દુ:ખ હોય કે હૃદય છલકાવતું સુખ
હોય, કાળ તો હંમેશાં નિર્લેપ રહીને આપણને આગળ
ધકેલવાનું કામ જ કરતો હોય છે. એની કેડીઓ પરથી જે
કંઈ મળ્યું એ આપણે આપણી પોટલીમાં બાંધીને
આગળ વધતા જવાનું! એ તો નિર્મમ અને કોરી
આંખવાળો સાથીદાર છે. દરેક ક્ષણે તમારી સાથે ચાલતો
કાળ, બિલકુલ બિન-પક્ષપાતી રહેતો હોય છે.


એની સંગાથે, એની કોતરેલી કેડીઓ પરથી
પસાર થતા જે થોડાક અનુભવો મને અસર કરી ગયા છે
એને અહીં વાચકો સમક્ષ મૂકું છું. મનના અંતરંગો,
આપણા જ સ્વભાવની વિચિત્રતાઓ તેમજ લોકોના
અદ્ભુત વ્યવહારોએ મને હંમેશાં આશ્ચર્યચકિત કરી
દીધો છે. દરેક વાચક જીવનની વિભિન્નતાઓ અને
વિવિધતાઓનો સાક્ષી હોવાના જ. આ બધા રંગોને જુદા
જુદા સ્વરૂપમાં દરેકે જોયા જ હોય એમ માનું છું. અને
આશા રાખું છું કે કાળના એ જ અલગ અલગ રંગોને
સમજવાની, પામવાની તેમજ માણવાની ઈશ્વર આપણને
શક્તિ આપે!


– ડૉ. આઈ. કે. વીજળીવાળા

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત