ANTRIKSH NI SAFARE

153 170 (10% Off)
Name: અંતરીક્ષની સફરે
SKU Code: 800
Weigth (gms): 154
Year: 2022
Pages: 136
ISBN: 1921
Availability: In Stock

અંતરીક્ષની સફરે

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

ડોગોન રહસ્યને વણી લેતી રોમાંચક વિજ્ઞાન સાહસકથા


પશ્ચિમ આફ્રિકાના માલી દેશના આદિવાસી જે ‘ડોગોન’ તરીકે ઓળખાય છે, એમને બ્રહ્માંડના લગભગ બધા જ રહસ્યોની જાણ છે. વિજ્ઞાનને જે બીગ બેંગ’ની તાજેતરમાં જ જાણ થઈ, એના વિશે ડોગોન લોકો પાંચ હજાર વરસથી જાણતા હતા. વ્યાધનો એક જ તારો નહીં પણ ત્રણ તારાઓ છે એ આપણને ૧૯૯૭માં ખાતરી થઈ, પણ ડોગોન લોકોને તો એ ખબર જ હતી! એટલું જ નહીં, હજું પણ વ્યાધ એટલે કે ‘સીરીયસ-એ’ નામના તારા પરથી આવેલા મત્સ્ય-દેવતાઓ ઉર્ફે નોમોઝ, આ બધા પ્રદેશોની મુલાકાત લેતા જ રહે છે. ભૂતકાળમાં એ લોકો સોનાની શોધમાં જ અહીં આવેલા અને ખાણો ખોદેલી કે ખોદાવેલી. હાલમાં વિરાટ આફ્રિકાના કોઈ અજાણ્યા પ્રદેશમાં એવી ગુપ્ત ખાણો ધરબાઈને પડી છે.


આજના દિવસે પણ આ બધા પ્રદેશો દુનિયાના મુખ્ય પ્રવાહોથી ઘણા દૂર છે તેમજ મહદ્અંશે એમનું કુદરતી જીવન વિતાવે છે. છતાં એમની પાસે આપણે કલ્પના પણ ન કરી શકીએ એવી ચમત્કારિક શક્તિઓ પડેલી છે. અઢળક અને અદભુત જ્ઞાનની એક નવીજ દુનિયા એમની પાસે છે. વાર્તાનો નાયક અને એના સાથીદારોને ડોગોન પ્રજાનાં હેરત પમાડે તેવા પાસાઓનો પરિચય થાય છે. ખરેખર અંતરિક્ષમાં જઈ શકાય ખરું? એ પણ ૧૯૧૦ના સમયમાં? જો જઈ શકાય તો કઈ રીતે? મને લાગે છે કે એ જાણવા પણ આપણે હવે એ લોકો સાથે મુસાફરી કર્યે જ છૂટકો! જોઈએ, હવે પછી શું થાય છે તે...

ડૉ. આઈ. કે. વીજળીવાળા

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત