DONALD TRUMP : SAMRUDHHI THI SATTA SUDHINI SAFARNU TRUMP CARD

135 150 (10% Off)
Name: ડોનાલ્ડ ટ્રમ્પ : સમૃદ્ધિ થી સત્તા સુધીની સફરનું ટ્રમ્પ કાર્ડ
SKU Code: 5497
Weigth (gms): 200
Year: 2019
Pages: 152
ISBN: 9789384780555
Availability: In Stock

ડોનાલ્ડ ટ્રમ્પ : સમૃદ્ધિ થી સત્તા સુધીની સફરનું ટ્રમ્પ કાર્ડ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

ડોનાલ્ડ ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ૪૫મા અને વર્તમાન રાષ્ટ્રપતિ છે. પ્રેસિડન્ટ બન્યા પહેલાં તેઓ અત્યંત સફળ બિઝનેસમૅન અને ટીવી પર્સનાલિટી રહ્યા છે. અપાર સંપત્તિમાંથી તેમણે મોટાભાગની રિયલ એસ્ટેટમાંથી સર્જી છે.

ગોલ્ફ અને મિસ યુનિવર્સની સ્પર્ધાઓ યોજવા માટે તેઓ મશહૂર રહ્યા છે. તેમનો ટીવી શો “ધ ઍપ્રેન્ટિસ’” ખૂબ જ સફળ રહ્યો છે. પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા ડોનાલ્ડ ટ્રમ્પે પિતાના રિયલ એસ્ટેટના બિઝનેસને નવી જ ઉંચાઈએ પહોંચાડ્યો હતો. તેઓ હંમેશા પોતાની અતિવૈભવી જીવનશૈલી માટે જાણીતા રહ્યા છે.
૨૦૧૬માં તેમણે અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણીમાં ઝંપલાવવાનું નક્કી કર્યું. રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બન્યા પછી તેમણે સામે પક્ષે મજબૂત ઉમેદવાર હિલેરી ક્લિન્ટનનો સામનો કર્યો અને સહુના આશ્ચર્ય વચ્ચે જંગી સરસાઈથી જીતી ગયા. ચૂંટણી-પ્રચાર દરમ્યાન આતંકવાદ, બેકારી, ઇમિગ્રન્ટ્સ, નોકરી જેવા લોકપ્રિય મુદ્દાઓ પર ભાર મૂકી જનતાનું સમર્થન મેળવ્યું હતું. ૭૦ વર્ષની વયે સહુથી મોટી વયે અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાનો તેમણે રેકોર્ડ કર્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ તેમના કઠોર નિવેદનો અને ટિપ્પણીઓ માટે જાણીતા છે.

“મેક અમેરિકા ગ્રેટ અગેઇન”ના સ્લોગન હેઠળ તેમણે અમેરિકન પ્રજાને સહુથી પહેલાં નોકરી-ધંધા આપવાનું વચન આપ્યું છે અને અમેરિકા ફર્સ્કનું વચન આપી હજુ પણ તેઓ એ દેશ માટે સારા જ પગલાં ઉઠાવી રહ્યા છે જે દુનિયામાં લોકપ્રિય નથી થયા પણ તેની ડોનાલ્ડ ટ્રમ્પ પર અસર થઈનથી.
તેમની રસપ્રદ જીવનકથાના ચડાવ-ઉતાર વાંચો આ પુસ્તકમાં.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત