YE DOSTI... BOOK OF FRIENDSHIP

315 350 (10% Off)
Name: યે દોસ્તી... Book Of Friendship
SKU Code: 7854
Author: JAY VASAVADA
Weigth (gms): 450
Year: 2020
Pages: 200
ISBN: 9788193942031
Availability: In Stock

વોટસ ફ્રેન્ડશિપ ? વી નીડ ફ્રેન્ડસ ટુ કમ્ફર્ટ અસ વ્હેન આર સેડ, એન્ડ ટુ હેવ ફન વિથ અસ વ્હેન વી આર ગ્લેડ ! ગમ-ખુશી, તડકો-છાંયડો.... એ બધુ તો કોઈ પણ માણસની જીંદગીમાં આવવાનું જ. દિલગીરીમાં દિલાસો આપે, ભરોસો આપે એ દોસ્ત અને મોજની ખોજમાં હમદમ, હમસફર બને એ દોસ્ત, જ્યાં સુધી જગતમાં સુખ અને દુઃખ રહેશે, ત્યાં સુધી મિત્રોની મહોબ્બત રહેશે. 21મી સદીમાં ફ્રેન્ડસ બન્યા વિના તો ફિયાન્સ (મંગેતર) બનવું પણ દિલચશ્પ નથી હોતું. સપ્તપદીના સાત પગલાં પણ સખ્યભાવ માટેના છે ! યુગલત્વમાં પણ જોઈએ યારી ઝિંદાબાદ !

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

યે દોસ્તી... Book Of Friendship

દુનિયામાં પહેલી જ વાર માત્ર દોસ્તી પર એક જ લેખકના ૨૭ લેખો ધરાવતું પુસ્તક !
જેમાં છે મહાભારતથી હેરી પોટર સુધીની ફ્રેન્ડશિપની વાતો, સ્ત્રીઓનો ફ્રેન્ડઝોન ને પુરુષોનો બડી બ્રોમાન્સ, ફ્રેન્ડશિપ ટુ ફીલિંગ્સનું કન્ફ્યુઝન, સ્કુલ-કોલેજની મસ્ત યારી, ઓફિસમાં સંબંધોની દુનિયાદારી, હિન્દી-અંગ્રેજી ફિલ્મો અને વિશ્વસહિત્યમાં મૈત્રી, દોસ્તીમાં દગાખોરી, દોસ્તીની દિલદારી... ડિજિટલ દુનિયામાં નેચરલ રિલેશન સમજવા અને સાચવવાની ઉપયોગી ટિપ્સ... બધું જ !
સંસ્કૃતના શ્લોક અને ઉર્દૂની શાયરી, અંગ્રેજીનાં કવોટ્સ ને ઇન્ટરનેશનલ કાર્ટૂન્સ, અતિથિ લેખકોના લેખો, દેશ-પરદેશની કવિતાઓ અને અનુવાદિત વાર્તાઓ...
મિત્રતા પર એવી આ તમામ અનોખી અને આધુનિક વાચન સામગ્રી સચિત્ર આકર્ષક ટુ કલર પ્રિન્ટિંગ ને રિમઝિમ ક્રિએશન્સની ટ્રેડમાર્ક બની ગયેલી સજાવટ સાથે મોટી સાઈઝના 200 પેજમાં.
એવેન્જર્સની સુપરહીરો ટીમની દાસ્તાન ભૂલાવી દે એવું ક્વોલિટી પ્રોડક્શન ગુજરાતીમાં...
જય વસાવડાની ધમાકેદાર દિવાળી રિલીઝ....
" યે દોસ્તી... "