VISHVANATHAN ANAND : CHESS NA VISHVA NO NATH

135 150 (10% Off)
Name: વિશ્વનાથન આનંદ: ચેસ ના વિશ્વનો નાથ
SKU Code: 5496
Author: VANDAN RAVAL
Weigth (gms): 200
Year: 2019
Pages: 152
ISBN: 9789384780869
Availability: In Stock

વિશ્વનાથન આનંદ: ચેસ ના વિશ્વનો નાથ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

વિશ્વનાથન આનંદ

વિશ્વના દોઢસોથી વધુ દેશોમાં રમાતી ચેસમાં ભારતને પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર, એકવીસ મહિના સુધી ‘નંબર વન ઇન ધ વર્લ્ડ’ રહેનાર, છ વખત ‘ચેસ ઓસ્કાર' પામનાર, પદ્મવિભૂષણથી સન્માનિત પ્રથમ સ્પોર્ટ્સ-પર્સન બનનાર, એક સમાજસેવી સંસ્થાને પોતાનો વર્લ્ડ ચેમ્પિયનશિપનો ગોલ્ડ મેડલ દાન કરી દેનાર અને મંગળ અને ગુરુ ગ્રહોની ભ્રમણકક્ષા વચ્ચેના લઘુગ્રહોના પટ્ટામાંના એક લઘુગ્રહનું નામ જેના નામ પરથી ‘૪૫૩૮-વિશીઆનંદ' રાખવામાં આવ્યું છે, એ વિશ્વનાથન આનંદ વિશે તમે કંઈ જાણતા ન હોય એ કેમ ચાલે?

વિશ્વનાથન આનંદ કેવી રીતે અને ક્યારે ચેસ રમવા પ્રેરાયા હશે, ચેસના ફલક પર પા પા પગલી ભરતાં તેઓ કેવી રીતે માત્ર અઢાર વર્ષની ઉંમરે ‘ધ ગ્રાન્ડમાસ્ટર’ સુધી પહોંચી ગયા હશે. એ પછી તેમનું ચેસ-કરિયર કેવું રહ્યું હશે એ તમામ બાબતો ઉપરાંત, પુત્ર તરીકે, પતિ તરીકે, પિતા તરીકે, મિત્ર તરીકે, ભારતીય નાગરિક તરીકે અને ચેસના અન્ય ખેલાડીઓ સાથે આનંદનું જીવવાનું કેવું ગૌરવપૂર્ણ છે તેની વાત આ પુસ્તકમાં છે. વિશ્વનાથન આનંદ ચેસની રમતમાં ‘ઓપનિંગ સ્ટ્રેટેજી’, ‘મિડલ ગેમ સ્ટ્રેટેજી’, ‘એન્ડ ગેમ સ્ટ્રેટેજી' વિશે શું માને છે અને એ કેવી રીતે ચેસની રમતમાં પોતાની ચાલ ગોઠવે છે, એ તેમની અમુક ઐતિહાસિક મૅચોના વિશ્લેષણ દ્વારા સમજીશું.

ચેસ ફક્ત એક રમત ન રહેતાં, સુસંસ્કારોના સમન્વય સાથે, તર્કશક્તિ વધારીને વ્યક્તિત્વ વિકાસમાં કેવી રીતે સહાયક થઈ શકે છે એ પણ આ પુસ્તકમાં રોચક રીતે આલેખવામાં આવ્યું છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત