UDAAN (NB)

81 90 (10% Off)
Name: ઉડાન
SKU Code: 5795
Author: RUSKIN BOND
Weigth (gms): 200
Year: 2015
Pages: 96
ISBN: 9789351980476
Availability: In Stock

ઉડાન

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

૧૮૫૭ના પહેલા સ્વતંત્રતાસંગ્રામની પૃષ્ઠભૂમિ પર
લખાયેલી આ નવલકથા સાચી ઘટનાઓ પર આધારિત છે.
આમ જોઈએ તો તે ઈતિહાસ સાથે સંકળાયેલા પ્રેમાળ
દિલોની જ એક કથા છે. રૂથ એક અંગ્રેજ છોકરી છે, જે
પોતાનાં માતા-પિતા સાથે શાહજહાંપુરમાં રહે છે. ચર્ચમાં
જતા-આવતા રૂથ એક પઠાણ નવાબ જાવેદખાનના મનમાં
વસી જાય છે. સત્તાવનના બળવાખોરો અને અંગ્રેજ સૈનિકો વચ્ચે શરૂ થયેલી
લડાઈથી બચવા માટે રૂથ અને તેની માતાને જાવેદખાનની પાસે આશરો લેવો પડે
છે. શું જાવેદખાન રૂથને પોતાની બનાવી શકે છે ? રૂથના મનમાં જાવેદખાન પ્રતિ જે
ધિક્કાર અને ક્રોધ છે તે શું પ્યારમાં બદલાઈ જાય છે ? રસ્કિન બૉન્ડની કલમે
દિલની આ બધી વાતો પાછળ છુપાયેલી ભાવનાઓને એક માર્મિક વાર્તામાં ફેરવી
દેવામાં આવી છે, જેના પરથી ૧૯૭૯માં શ્યામ બેનેગલે 'ઝનૂન' નામની ફિલ્મ
બનાવી હતી.

કેટલાક અભિપ્રાય

'રસ્કિન બોન્ડની આ નવલકથાના અત્યંત વાંચવાલાયક... છેલ્લું પાનું
ફેરવતા, અફસોસ થાય છે કે નવલકથા પૂરી થઈ ગઈ. દિલને સ્પર્શી જતી વાર્તા
બહુ દિવસો સુધી યાદ આવ્યા કરે છે.’

સન્ડે ટ્રિબ્યુન

‘૧૮૫૭ની આઝાદીની લડાઈ પર આધારિત જો કોઈ નવલકથા આપ શોધી
રહ્યા હો તો રસ્કિન બોન્ડની આ નવલકથા સૌથી ચડિયાતી છે.’

- હિન્દુસ્તાન ટાઈમ્સ



ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત