TU ANE HUN, BAS BIJU SHUN ?!

158 175 (10% Off)
Name: તું અને હું, બસ, બીજું શું ?!
SKU Code: 5667
Weigth (gms): 250
Year: 2017
Pages: 164
ISBN: 9788184405804
Availability: In Stock

તું અને હું, બસ, બીજું શું ?!

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

16મી જાન્યુઆરી, 2010 હજી ઉત્તરાયણનો થાક ઉતર્યો ન હતો. એક પછી એક, મંદ ગતિએ પેશન્ટ જોવાનું કામ ચાલતું હતું. ત્યાં એક યુવતી કન્સલ્ટિંગ રૂમમાં દાખલ થઈ. પહેલી જ વાર એને જોઈ એટલે સહજ વિચાર આવ્યો કે નવો કેસ ? પણ હું કંઈ વાત કરું તે પહેલાં જ એ બોલી, “સર, પેશન્ટ નથી, પણ તમારો આભાર માનવા આવી છું.” મેં તેને બેસવાનો ઈશારો કરતાં પૂછ્યું, “આભાર ? શેના માટે ?” એણે સન્માન ભરી નજરે મારી સામે જોયું, સર, તમારે કારણે મારા મુરઝાયેલા જીવનમાં વસંત પાંગરી ઉઠી છે. મારા પતિ છેલ્લા ત્રણ વર્ષથી મને બોલાવતા ન હતા અને હું મારા પિયરમાં જ રહેતી હતી. ગઈકાલે અચાનક એ મારે ત્યાં આવ્યા અને મારો હાથ પકડીને કહ્યું, ‘આઈ એમ સોરી’. એમની આંખો ભીની હતી અને બીજા હાથમાં તમારું લખેલું પુસ્તક ‘પણ, હું તો તને પ્રેમ કરું છું. ! હતું. એમણે મને કહ્યું કે હું તને લેવા આવ્યો છું. આ પુસ્તકે મને મારી ભૂલો સમજાવી દીધી છે. તારી લાગણીઓ ; જે હું નહોતો કળી શકતો તે આજે આ પુસ્તકને વાંચ્યા પછી મને સમજાઈ છે. તું મને માફ કરીશ ? પ્લીઝ મને માફ કરી દે અને તું અત્યારે જ મારી સાથે આપણા ઘરે ચાલ. હું તને લેવા આવ્યો છું. મને તે પહેરેલા કપડે અમારે ઘરે લઈ આવ્યા. સર, તમારા પુસ્તકે મારું લગ્નજીવન બચાવી લીધું. થેંક યુ સર, ઈશ્વર તમને ખૂબ લાંબી આવરદા આપે.’ એની આંખોમાં પાણી હતા અને હું તેની મારા પ્રત્યેની લાગણીઓથી ભીંજાયેલો !

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત