તમે શૅરબજા૨ વિશે ઘણું બધું જાણતા હશો.
તમે પ્રમુખ ટ્રેડરોને, ક્યારે ખરીદવું, ક્યારે
વેચવું અને કયા શેરોમાં ભાવ વધવાની ક્ષમતા છે એ પણ જાણતા હશો.
પરંતુ તમે તમારી જાતને કેટલી સારી રીતે
જાણો છો?
સૌથી વધુ હોશિયા૨, ખૂબ
પ્રેરિત, સારી રીતે ટ્રેડ ક૨તા ટ્રેટો પણ
નકારાત્મક વિચારસરણીથી પંગું થઈ શકે છે જેનાથી નબળા નિર્ણયો લેવાય છે અને
ટ્રેડિંગમાં ભૂલો થાય છે. તેઓ ચોક્કસ ઉદ્દેશ્ય ૫૨ ધ્યાન કેન્દ્રિત ક૨વામાં અસમર્થ
હોય છે અથવા તેમના ટ્રેડને યોગ્ય રીતે ક૨વા માટે જરૂ૨ી આત્મવિશ્વાસનો અભાવ હોય છે
અથવા તેઓ ટ્રેડિંગ અથવા શૅરબજારની પ્રકૃતિમાં ઊંડાણપૂર્વક વણાયેલા માનસિક
વિરોધાભાસો અને ગે૨સમજોથી દોરાઈને તેમના શેર પસંદ કરે છે.
પરિણામ? ટ્રેડિંગના
પ્રથમ વર્ષમાં મોટાભાગના ટ્રેડરો તેમના બધા અથવા મોટાભાગના પૈસા ગુમાવે છે.
‘ટ્રેડિંગ બિહેવિયર ડાયનેમિક્સ'ના પ્રેસિડેન્ટ અને વોલસ્ટ્રીટની સૌથી
મોટી કંપનીઓમાંથી ઘણીમાં ખૂબ આદરણીય મનાતા ટ્રેડિંગ કોચ માર્ક ડગલસે છેલ્લાં 20 વર્ષથી ટ્રેડરોને આત્મવિશ્વાસ, શિસ્ત
અને વિજયી અભિગમ વિકસાવવામાં મદદ કરી છે, કારણ કે તે ગુણો
શૅરબજારમાં નિપુણતા મેળવવા માટે જરૂરી છે. ડગલસ અનુસાર, ટ્રેડરોની
માનસિક સ્થિતિને અત્યંત સ્વસ્થ બનાવવી એ સફળ પરિણામોની ચાવી છે, શૅરબજારનું વિશ્લેષણ કે નવીનતમ ફેડ “સિસ્ટમ” નહીં. તેઓ ટ્રેડરોને
સંભાવનાઓના સંદર્ભમાં વિચારવાનું અને “વિજેતાની માનસિકતા” અપનાવવા માટે જરૂરી
મુખ્ય માન્યતાઓ શીખવે છે. “ઝોન”માં ટ્રેડ ક૨તા ટ્રેડરોને એ જાણવાની જરૂ૨ કે ૫૨વા
નથી હોતી કે બજા૨ હવે શું ક૨શે. તેઓ એ જાણતા હોય છે કે તેઓ હવે શું કરવાના છે. અને
તેનાથી જ બધો ફરક પડે છે.
માર્ક ડગલસ 1990માં
પ્રકાશિત ધ ડિસિપ્લિન્ડ ટ્રેડરઃ ડેવલપિંગ વિનિંગ એટિટ્યૂડ્સ’ના લેખક પણ છે અને
તેને શૅરબજારનું ક્લાસિક તેમજ ટ્રેડિંગમાં મનોવિજ્ઞાનની વિભાવનાનો પરિચય કરાવનારા
પ્રથમ પુસ્તકોમાંનું એક પુસ્તક માનવામાં આવે છે. માર્કે 1982માં
ટ્રેડરોને કોચિંગ આપવાનું શરૂ કર્યું અને શૅરબજાર તેમજ વ્યક્તિગત ટ્રેડરો માટે
ટ્રેડિંગ મનોવિજ્ઞાન ૫૨ સેમિના૨ અને તાલીમ કાર્યક્રમો વિકસાવવાનું ચાલુ રાખ્યું
છે. તેઓ વિશ્વભરમાં તેમજ યુનાઇટેડ સ્ટેટ્સમાં સેમિનારોમાં વારંવાર વક્તા તરીકે
ઉપસ્થિત હોય છે અને ટ્રેડરોને સતત સફળ કેવી રીતે બનવું તે શીખવતા રહે છે. તેઓ
હાલમાં તેમના ત્રીજા પુસ્તક ૫૨ કામ કરી રહ્યા છે અને તેમની વેબસાઇટ દ્વારા તેમનો સંપર્ક કરી શકાય છે.
થોમ હાર્ટલ અત્યારે એ COGની પ્રોડક્ટ તાલીમના ડિરેક્ટર છે, જે
શૅરબજા૨માં સૌથી ઉત્તમ કામ કરનારા અને સૌથી મૂલ્યવાન એવા બજા૨ના ડેટાનું તકનીકી
વિશ્લેષણ અને ઑર્ડર રૂટિંગની સેવાઓ આપનારોઓમાંના એક છે. તેઓ અગાઉ વિઝાર્ડ ઓન વૉલ
સ્ટ્રીટ ઇન્ક.ના વાઇસ પ્રેસિડેન્ટ હતા અને eCharts comના
સંપાદક પણ હતા, જે ટ્રેડરો માટે વ્યાવસાયિક
અભ્યાસક્રમોના પ્રકાશકો છે, જે ટ્રેડરો અને ટેક્નિકલ વિશ્લેષણમાં ૨સ
ધરાવતા રોકાણકારો માટે શૈક્ષણિક વેબસાઇટ છે. તેઓ ટેક્નિકલ એનાલિસિસ ઑફ સ્ટોક્સ
ઍન્ડ કોમોડિટીઝ મૅગેઝિન'ના સંપાદક પણ રહી ચૂક્યા છે.
ભાવાનુવાદઃ ચિરાગ ઠક્કર ‘જય’
ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ
ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત
Inquiry For : TRADING IN THE ZONE