THE ART OF SPENDING MONEY (GUJARATI EDITION)

315 350 (10% Off)
Name: ધ આર્ટ ઓફ સ્પેન્ડિંગ મની (પૈસા ખર્ચવાની કળા)
SKU Code: 10124
Weigth (gms): 250
Year: 2025
Pages: 220
ISBN: 9788199355590
Availability: In Stock

THE ART OF SPENDING MONEY (GUJARATI EDITION) : ધ આર્ટ ઓફ સ્પેન્ડિંગ મની

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

ધ સાયકોલોજી ઓફ મની અને સેમ એક એવ૨ના બેસ્ટ સેલિંગ લેખક તરફથી, સુખી જીવન જીવવા માટે પૈસાની ક્ષમતાનો સાચો ઉપયોગ કરવાની વાત
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------


આપણામાંથી મોટાભાગના લોકો પૈસા ખર્ચવાનું જાણતા નથી. આપણે એવી વસ્તુઓ પાછળ દોટ મૂકીએ છીએ જે માત્ર અન્યોને પ્રભાવિત કરે છે, તેમાં આપણને કોઈ જ રુચિ હોતી નથી. અથવા આપણે ઘણી વાર વધુ પડતી કે નાહકની બચત કરતા રહીએ છીએ અને જીવનને ખરેખર બહેતર બનાવતી વસ્તુઓ પર ખર્ચ કરવામાં પણ ડરીએ છીએ. આપણે પ્રશંસાને ઈર્ષ્યા સાથે, આરામને અતિરેક સાથે અને ઉપયોગિતાને મોભા સાથે ગૂંચવી દઈએ છીએ.


ધ આર્ટ ઓફ સ્પેન્ડિંગ મની બજેટ, યુક્તિ અથવા કોઈ નક્કર ઉકેલો પ્રદાન કરતી નથી. તે પૈસા સાથેના તમારા સંબંધો તમારા નિર્ણયોને કેવી રીતે આકાર આપે છે તેની તમને સમજ આપે છે. તમે પૈસા માટે નહીં પણ પૈસા તમારા માટે કામ કરે તે માટે શું સુધારાઓ કરવા તે સમજાવે છે.


મોર્ગન હાઉઝેલના પ્રશંસનીય લેખન-કાર્યથી લાખો લોકોને તેઓ કેવી રીતે કમાય છે, બચત કરે છે અને રોકાણ કરે છે તેના પર પુનર્વિચાર કરવામાં મદદ મળી છે. હવે તેમણે આ જ પાસાની બીજી બાજુ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છેઃ ખર્ચ કેવી રીતે કરવો. ગહન અભ્યાસ દ્વારા તેઓ બહુ સહજ ભાષામાં સમજાવે છે કે શા માટે કોઈ પણ રોકાણ પર સૌથી મૂલ્યવાન વળતર એ મનની શાંતિ છે, અપેક્ષાઓ આવક કરતાં વધુ મહત્વની કેમ છે, અને કેવી રીતે પૈસા હિસાબી લેખા-જોખા સાથે ઓછા અને સ્વ-જાગૃતિ સાથે વધુ સંબંધિત છે.


આ પુસ્તક ધનિક બનવા વિષે નથી. અહીં તમારી પાસે જે છે, તેનો જ મહત્તમ લાભ મેળવવા અને જે ખરેખર અનિવાર્ય છે એની જ ઝંખના રાખવા વિષેની વાત છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત