SUPERHERO SARDAR (NB)

450 500 (10% Off)
Name: સુપરહીરો સરદાર
SKU Code: 8678
Author: JAY VASAVADA
Publisher: RIMZIM CREATION
Weigth (gms): 700
Year: 2024
Pages: 200
ISBN: 9788193484807
Availability: In Stock

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

સરદાર. સિર્ફ નામ હી કાફી હૈ... સરદાર વલ્લભભાઈ પટેલનું નામ અને કામ ગુજરાત માટે અજાણ્યું નથી અને ભારત રાષ્ટ્ર તો આજીવન એમનું ઋણી છે. એમણે રજવાડાનું એકીકરણ કરવાનો ભગીરથ ઉપાડ્યો. એમણે દેશને એક સંવિધાન મળે એ માટે પ્રયાસો શરૂ કર્યા અને વહીવટીતંત્રની કરોડરજ્જુ જેવી સ્વદેશી સિવિલ સર્વિસ બનાવી. अशिष्ठ, द्रढिष्ठ, बलिष्ठ ના યુવા લક્ષણો સરદાર સાહેબમાં હતા. Hopefull, Firm Strong ત્વરિત નિર્ણયશક્તિ અને કડવો પણ ગુણકારી લીમડા જેવો સ્પષ્ટ વાસ્તવવાદ. સરદાર સાહેબ તો ગયા, પણ આપણે નવા સરદાર પેદા કેવી રીતે કરીશું? કેમ ઘડાય સરદાર જેવું અસરદાર અને જોરદાર વ્યક્તિત્વ? લોકપ્રિય લેખક-વક્તા જય વસાવડાએ સરદાર સાહેબ પરના અઢળક સંદર્ભસાહિત્ય અને રઝળપાટ પછી નવી પેઢીને ગમે તેવી રજૂઆત સાથે સરદાર સાહેબના જીવનમાં પૉઝિટિવ પ્રેરણા અને માર્ગદર્શન મળે એવું રસપ્રદ અને અમુક અજાણ્યા પ્રસંગોથી ભરપૂર એવું અન્યોથી અલગ અનોખું પુસ્તક તૈયાર કર્યું છે. એમાં કેટલીક દુર્લભ તસવીરો અને સરદાર સાહેબના પત્રો-ભાષણો વગેરેમાંથી આપણી આજની સમસ્યાઓનો ઉકેલ બતાવતા અવતરણો પણ મૂક્યા છે. ચલો, આ વાંચી ઇતિહાસ ઓળખીને આપણું ભવિષ્ય બનાવીએ. ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’થી વિશ્વવિખ્યાત થઈ રહેલ ‘મેન ઑફ એક્શન’ સરદાર પટેલની આધુનિક ઓળખ કેળવીએ. આજે સરદારશ્રીના લોંગટર્મ વિઝનને સમજવાની તાતી જરૂર છે. માર્વેલ કોમિક્સના ‘આયર્નમેન’ના ફેન વધતા હોય ત્યારે આપણા અસલી માર્વેલસ આયર્નમેન (લોખંડી પુરુષ)ને તો સમજીએ! જય સરદાર!