SANYAM

225 250 (10% Off)
Name: સંયમ
SKU Code: 10323
Author: MANAV KAUL
Weigth (gms): 200
Year: 2026
Pages: 160
ISBN: 9788117022423
Availability: In Stock

સંયમ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

માનવ કૌલ એકલતા અને પોતીકાપણાનાં સંવેદનોને પોતાનાં લખાણોમાં અદ્ભુત રીતે વ્યક્ત કરે છે. એમના માટે લેખન એ થાકેલા મન અને આત્મા માટે મલમનું કામ કરે છે અને એટલે જ એ દાર્શનિક હોવાની સાથે મનને સાંત્વના આપે તેવું જણાય છે. એમની 'સંયમ' નવલકથામાં આ બધી બાબતો સહજતાથી મળી આવે છે. ‘સંયમ' એ એક પેઇન્ટરની કથા છે, પરંતુ એ માત્ર પેઇન્ટિંગ પૂરતી સીમિત નથી. એમાં એકલતા, અપરાધબોધ, સંબંધી, આત્મમંથન અને માનવમનમાં ચાલતા સંઘર્ષોનું પણ સુંદર રીતે નિરૂપણ થયું છે.

અંકુશ નાનપણથી પેઇન્ટિંગ કરવાનો શોખ ધરાવે છે. નિનાદ સર સતત એની કલા પ્રત્યેની ચાહનાને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપે છે. નિનાદ સરના રફીક સાથે સજાતીય સંબંધો છે. આ સંબંધોને અંકુશ પેઇન્ટિંગમાં આલેખે છે. નિનાદ સ૨ની મનાઈ છતાં અંકુશ પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠા મેળવવા પોતાના સ્વજનોનો ભરોસો તોડી તેને જાહેરમાં પ્રદર્શિત કરે છે અને એનું પરિણામ અકલ્પ્ય આવે છે. એનો અપરાધબોધ અંકુશને જીવનભર વેઠ્યો પડે છે. શું એ આ અપરાધભાવમાંથી મુક્ત થાય છે? એને કલાકાર તરીકેની નામના મળે છે? આ અને આવા બીજા પ્રશ્નોના ઉત્તર ‘સંયમ' નવલકથામાં મળે છે,

કલાવિષયક માનવ કૌલના વિચારો આ નવલકથાનું જમા પાસું છે. જેમ કે, *કલાનો દરવાજો અંદરની તરફ ખૂલે છે, બહારની બાજુએ નહીં.' ‘સંયમ પછી કશું નથી. સંયમમાં જ બધું છે. સંયમ રાખ, ત્યાં જ કશુંક બનશે.' ‘એકલતા જ એ જાનવર છે, જે તને તારી પોતાની કલાથી મેળાપ કરાવશે.’


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત