SAMAY NE SATHVARE : SILENCE PLEASE ! PART: 2

153 170 (10% Off)
Name: સમયને સથવારે
SKU Code: 9113
Weigth (gms): 120
Year: 2014
Pages: 96
ISBN: 9788190641616
Availability: In Stock

સમયને સથવારે

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

સાક્ષી સમય !

જિંદગીના રસ્તા પર ચાલતાં ચિત્ર-વિચિત્ર અનુભવોમાંથી પસાર થવાનું દરેકના લમણે લખેલું જ હોય છે. ઘણાનો રસ્તો સુંવાળો હોય તો વળી મારા જેવા ઘણાને ડુંગરની ધાર પર ચાલવાનું પણ આવે ! એ બધી વેળાએ ઈશ્વર પણ એક અજ્ઞાત શક્તિરૂપે આપણી સાથે ચાલતો હોય છે, અને આપણી જોડે બીજો ચાલતો હોય છે સમય ! એના સથવારે જ આપણી જિંદગીની બધી ખાટી-મીઠી ગોઠવાતી હોય છે.

મારી જિંદગીમાં બનેલી આવી થોડીક ઘટનાઓ સત્યને સંપૂર્ણપણે વળગીને અહીં રજૂ કરી છે. એ બધી ઘટનાઓ બની ત્યારે તો મને હચમચાવી જ ગયેલી, પરંતુ આજે એનું પુનઃસ્મરણ કરી લખી છે ત્યારે પણ એ મને હલાવી દે છે. મારા પહેલા ધોરણના શિક્ષિકાબહેનનો મારા પરનો ઉપકાર હોય કે સવિતામાસીએ મોકલેલ શાક-ભાખરી હોય, કે પછી ડૉ. મુનિસાહેબના પગે સર્પનો દેશ હોય, દરેક ઘટનાએ મને કંઈક શીખવ્યું, કંઈક આપ્યું અને સાથે ચાલતા સમયે કહ્યું : ‘એય ! કંઈ પણ બોલીશ નહીં, સાયલન્સ પ્લીઝ !’
મારા આ શ્રેણીના પ્રથમ પુસ્તક ‘સાયલન્સ પ્લીઝ’ને મળેલ ખૂબ સારા આવકારથી પ્રેરાઈને ફરી એક વખત મારા જીવનમાં બનેલી સત્યઘટનાઓને પુસ્તક સ્વરૂપ આપ્યું છે. આશા છે કે વાચકોને ગમશે.

ડૉ. આઈ.કે. વીજળીવાળા

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત