SABSE UNCHI PREM SAGAI

86 95 (9% Off)
Name: સબસે ઊંચી પ્રેમસગાઇ
SKU Code: 9041
Weigth (gms): 120
Year: 2017
Pages: 104
ISBN: 9789351226673
Availability: In Stock

સબસે ઊંચી પ્રેમસગાઇ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

જે રીતે મા પોતાનાં બાળકને હસતાં-હસાવતાં દવાનો ઘૂંટ પીવડાવી દે એટલી સહજતાથી શાહબુદ્દીનભાઈ પોતાના વાચકને આગવી હાસ્યશૈલીમાં જીવનની ખટમધુરી અનુભૂતિઓનું રસપાન કરાવતા રહ્યા છે. તેમનું હાસ્ય દરેકને અનાયાસ હસાવી દે તેવું સહજ છે. તેમણે પ્રત્યેક મનુષ્યમાં ઈશ્વરને જોયો છે. માર્મિક હાસ્ય પેદા કરવામાં બીરબલ અને જ્યોતીન્દ્ર દવે પછી તેમનું નામ અચૂક લેવું પડે.
હાસ્યને જીવનદર્શનની હાઇટ આપી હોવાને કારણે પ્રત્યેક વાચકના એ ગમતીલા હાસ્યકાર છે. અનુભવની વ્યાખ્યા આપતાં એ કહે છે : “સંપત્તિ મેળવવા સ્વાસ્થ્યનો ભોગ આપવો પડે છે. પછી સ્વાસ્થ્ય પાછું મેળવવા સંપત્તિનો ભોગ આપવો પડે છે. બંનેમાંથી કંઈ નથી રહેતું ત્યારે જે વધે છે તે અનુભવ કહેવામાં આવે છે.
તેમને જ્યારે આપણે વાંચતા હોઈએ ત્યારે એમ જ લાગે કે આપણે જિંદગીની પાઠશાળામાં હસતાં હસતાં ઘણું શીખી રહ્યા છીએ, ઘણું મેળવી રહ્યા છીએ !
આ પુસ્તક દરેક વાચકને, શાહબુદ્દીનભાઈ સાથે સીધો સંવાદ સાધી આપી, જિંદગીના ઝંઝાવાતમાં બે ઘડી હળવાશનો શ્વાસ ભરતો કરી દઈ, જિંદગી જીવવાની પ્રેરણા આપશે એમાં શંકાને સ્થાન નથી.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત