SAAT PAGALA AAKASHMA

629 699 (10% Off)
Name: સાત પગલાં આકાશમાં
SKU Code: 6636
Weigth (gms): 500
Year: 2017
Pages: 432
ISBN: 9788184402094
Availability: In Stock

સાત પગલાં આકાશમાં

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

સાત પગલાં આકાશમાં એ ગુજરાતી સાહિત્યકાર કુન્દનિકા કાપડિયાની સ્ત્રી અને પુરુષ વચ્ચેના સંબંધોની નાજુક સમસ્યાઓના સંદર્ભે નારીજીવનની વ્યથાઓને નિરુપતી નવલકથા છે.સાહિત્ય અકાદમી પુરસ્કૃત નવલકથા વસુધા પરણીને સાસરે આવે છે. તેનું વ્યક્તિત્વ વિશિષ્ટ છે. એક વાર તેણે પોતાની જાતને મનોમન એક વચન આપેલું, ‘આજે ભલે હું લગ્ન કરું, સંસાર વસાવું, પણ દૂર-સુદૂરના કોઈક દિવસે હું મારી ઇચ્છા પ્રમાણે મારા લયમાં જીવીશ…. હું મારું પોતાનું એક ગીત રચીશ અને હું પોતે તે ગાઈશ.’ નવલકથામાં પછી એવી ઘટનાઓ બને છે કે વસુધા પતિ વ્યોમેશ, પુત્રો-પુત્રવધૂઓ વગેરેને છોડી, જ્યાં દરેકના વ્યક્તિત્વને સ્વતંત્ર રીતે ખીલવાની મોકળાશ રહે તેવા આનંદગ્રામમાં જાય છે, રહે છે. નવલકથાને અંતે વધુ ઉમદા કાર્ય કરવા, મિત્રો સાથે હિમાલય તરફ પ્રયાણ કરે છે. આમ પોતાને આપેલા વચનનું તે પાલન કરે છે. આ છે નવલકથાનો મુખ્ય કથાદોર. વસુધા સિવાયનાં સ્ત્રીપાત્રોનાં જીવનની ઘટનાઓ, તેમનાં વિચારોકાર્યો – આ બધાંમાં, સત્ય ઘટનાઓનો આધાર લીધો હોઈ, લેખિકાની તે સાથે ઊંડી નિસબત હોઈ તેમની રજૂઆત કરતી ભાષામાં હૃદયસ્પર્શિતા અને સચોટતા આવી છે. એક અર્થમાં આ નવલકથા સામાજિક વિદ્રોહની નવલકથા છે. આમ છતાં અહીં એવાં પાત્રો પણ છે જે નવસર્જનની પીઠિકા બાંધે છે; જેમ કે, ઈશા-સ્વરૂપ, આભા-ગગનેન્દ્ર, આદિત્ય, અગ્નિવેશ વગેરે. આ નવલકથામાં આલેખાયેલી મોટા ભાગની પરિસ્થિતિઓ પાછળ સત્ય ઘટનાઓનો આધાર છે; અને એ રીતે આ લગભગ દસ્તાવેજી કથા છે. આ દુનિયામાં સ્ત્રીઓનું સ્થાન હમેશા બીજા દરજ્જાનું રહ્યું છે, એ હકીકતના કાંઈ પુરાવા શોધવા જવું પડે તેમ નથી. આ દેશમાં જ નહિ, દુનિયાના બધા દેશોમાં આ સ્થિતિ રહી છે.આ નવલકથા માં સ્ત્રી વિષે જુદી જુદી રીતે ભુજ રસપંદ વાતો કહી છે. ને સત્ય ઘટના પર આધારિત છે. સ્ત્રી ને પતિને સેવા કરનાર, પતિના વંશને ચાલુ રાખવા માટે પુત્રને જન્મ આપનાર સાધન માત્ર ગણવામાં આવી. સતીની પવિત્રતા માટે અનેક નિયોમો, પ્રતિબંધો રચાય પીતૃસતક સમાજ જેમ સ્થાપિત થતો ગયો તેમ બધા જ ક્ષેત્રે પુરુષનું આધિપત્ય સ્થપાયું છે. સ્ત્રીને સતી થવા મેતે કેવળ પતીનીશ્થાની જરૂર છે. પણ એક પુરુષને સંત થવા મેતે દીર્ઘ પુરુષાર્થભાર સાધના કરવી પડે છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત