REHAB BOOK

405 450 (10% Off)
Name: રિહેબ બુક
SKU Code: 10137
Publisher: ZEN OPUS
Weigth (gms): 310
Year: 2024
Pages: 248
ISBN: 9789389361889
Availability: In Stock

રિહેબ બુક - જાતમાં પુનવર્સન માટેનું પુસ્તક

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

ગણિતશાસ્ત્રી અને ફિલોસોફર બ્લેઈઝ પાસ્કલે કહેલું કે ‘મનુષ્યના જીવનની તમામ સમસ્યાઓ એક ઓરડામાં શાંતિથી એકલા બેસી શકવાની અસમર્થતાને કારણે ઉદ્‌ભવે છે.’ જેમ જેમ મારું વાંચન, મારી સમજણ અને મારા અનુભવો વિકસતા જાય છે, તેમ તેમ પાસ્કલનું આ વિધાન મને વધુ સ્પષ્ટતાથી સમજાતું જાય છે.
પોતાની જાત અને એકાંત સાથે કમ્ફોર્ટેબલ થઈ જવું, એ મનુષ્યની સૌથી મોટી ઉપલબ્ધિ છે. જગત સાથે ભાઈબંધી કરતાં પહેલાં જાત સાથે મિત્રતા કરવી પડે છે. જેઓ પોતાનું કાયમી સરનામું પોતાની જાતમાં નથી શોધી શકતા, તેઓ સતત કશાકની શોધમાં રહે છે. કાં તો પ્રેમની ને કાં તો પ્રશંસાની, કાં તો મિત્રતાની ને કાં તો મનોરંજનની, કાં તો સુખની ને કાં તો સંબંધની.


જ્યારે પોતાની જાત રહેવાલાયક નથી રહેતી, ત્યારે માણસ સતત ભટક્યા કરે છે - સંબંધો, પ્લેઝર, સથવારા કે પછી ઓળખ માટે. અને પછી ઘવાય છે. ખૂબ ખરાબ રીતે ઈજાગ્રસ્ત થાય છે. આપણી કેટલીય ભાવનાત્મક ઈજાઓના મૂળમાં એકલતાનો ડર રહેલો હોય છે. જાતને અવોઇડ કરવા માટે આપણને સતત ડીસ્ટ્રેક્શન્સ જોઈએ છે. કાં તો એન્ટરટેઈનમેન્ટ જોઈએ છે, કાં તો ઇન્ફોર્મેશન. કાં તો રીલ્સ જોઈએ છે, કાં તો ન્યુઝ. કાં તો સાથી જોઈએ છે, કાં તો સથવારો. બસ, આપણે એકલા નથી રહી શક્તા.


સોશિયલ મીડિયા સ્ક્રોલ કરતી વખતે, અજાણ્યા લોકો સાથે ચૅટ કરતી વખતે, ડેટિંગ પ્રોફાઈલ પર ‘સ્વાઇપ રાઈટ’ કરતી વખતે, ટીવી પર ચેનલ્સ બદલતી વખતે અને ‘પ્લેઝર’ની શોધમાં આવા અનેક દરવાજા ખટખટાવતી વખતે જાણે આપણે પૂછ્યા કરીએ છીએ, ‘એક્સક્યુઝ મી, થોડો સમય તમારા ઘરમાં રહી શકું? મને મારામાં મજા નથી આવતી.’


અને પછી આપણે ઘર બદલ્યા કરીએ છીએ. શેરીઓ, રસ્તા અને ઠેકાણાં બદલ્યા કરીએ છીએ. પણ આપણી જાત અને એકાંત પાસે પાછા નથી આવતાં. નોટિફિકેશન્સ, ડીસ્ટ્રેક્શન્સ અને ઈન્સ્ટન્ટ કનેક્શન્સના આ યુગમાં જેઓ જાતમાં પુનવર્સન કરી શકે છે, તેઓ જ પોતાની અલ્ટીમેટ આઝાદી માણી શકે છે.
જાતમાં પુનવર્સન કરવા માટે સૌથી ભરોસાપાત્ર ભાઈબંધ એટલે પુસ્તકો. એવું જ એક પુસ્તક એટલે ‘રિહૅબ બુક’. આ પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ તમને તમારી જાત અને એકાંત સાથે કમ્ફોર્ટેબલ કરવાનો છે. આ પુસ્તક હાથમાં હોય ફક્ત એટલી ક્ષણો દરમિયાન જો તમે કોઈ ‘પ્લેઝર સીકિંગ એક્ટીવીટી’, ડોપામીન શોટ્સ કે ઓવર-સ્ટીમ્યુલેશનથી દૂર રહીને એક ઓરડામાં શાંતિથી બેસી શકો, તો બસ એ જ આ પુસ્તકની સાર્થકતા ગણાશે.



ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત