RANMA KHILYU GULAB PART: 14

405 450 (10% Off)
Name: રણમાં ખીલ્યું ગુલાબ ભાગ: ૧૪
SKU Code: 10160
Weigth (gms): 350
Year: 2025
Pages: 252
ISBN: 9789366570488
Availability: In Stock

રણમાં ખીલ્યું ગુલાબ ભાગ: ૧૪

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

હજારો પ્રેમી-પ્રેમિકાઓ સાથે નિકટના સંપર્કમાં આવવાનું મને સદ્ભાગ્ય પૂરું પાડ્યું. સ્ત્રી-પુરુષ વચ્ચે પાંગરતા નાજુક સંબંધોના નિરૂપણના બહાને મેં હંમેશાં સમાજને એક સાત્ત્વિક સંદેશ આપવાની પવિત્ર ફરજ બજાવી છે.

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

સંવેદનાઓને શબ્દોમાં ઢાળતા પ્રગટ સારસ્વત

ડૉ. શરદ ઠાકર એક બાહોશ તબીબ જ નહીં, પરંતુ પ્રતિભાસંપન્ન લેખક પણ છે. તેઓ માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહીં, પરંતુ સામાજિક સ્વાસ્થ્યનું નિદાન કરનાર કુશળ પ્રતિભા છે. તે પછી તેમણે અનુભવેલા અવલોકનને શબ્દોમાં ઢાળતા શ્રેષ્ઠ સાહિત્યકાર પણ છે. બીજા શબ્દોમાં કહીએ તો તેઓ ‘પ્રગટ સારસ્વત' છે. તબીબી વ્યવસાયની સાથે સાથે તેમણે જોયેલાં, અનુભવેલા અને સાક્ષી બનેલા પાત્રોની કથાઓને અત્યંત ખૂબીપૂર્વક શબ્દોમાં ઢાળી તેમણે ઉત્કૃષ્ટ સાહિત્યનું સર્જન કર્યું છે.

બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા ડૉ. શરદ ઠાકર ‘ડૉક્ટ૨ની ડાયરી’ અને ‘રણમાં ખીલ્યું ગુલાબ’ નામની કટારો દ્વારા ગુજરાતી વાચકોના હૃદયમાં અદકેરું સ્થાન ધરાવે છે. છેલ્લાં 30 કરતાં વધુ વર્ષોથી અવિરત રહેલી તેમની કલમ ગુલાબની સુકોમળ પાંખડીઓની જેમ સદાય ખુબ્સભ૨ ને તાજગીભરી રહી છે. લોકહૃદયમાં અનહદ લોકપ્રિયતા ધરાવતા ડૉ. શરદ ઠાકરની લેખિત ઉજ્જડ અને વેરાન રણમાં વીરડી જેવી લાગે છે. એમાં માનવીનાં દર્દોની સંવેદનાઓ પણ છે અને સુખ, શાંતિ અને સંતૃપ્તિનો અહેસાસ પણ છે. તેમના પ્રત્યેક લેખો અને કથાઓ લોકહૃદયમાં સોંસ૨વાં ઊતરી જાય એવાં સરળ અને હૃદયંગમ પણ છે. તેઓ પરિવારપ્રિય સાહિત્યકાર છે. તેમનાં સાહિત્યસર્જનમાં ક્યાંયે કૃત્રિમતા કે આડંબર નથી. તેમનાં લખાણોમાં માત્ર ને માત્ર સત્યનો જ સંવેદનશીલ આભાસ છે. કહેવાય છે કે કલ્પનાઓ કરતાં સત્ય વધુ અચરજ પમાડે તેવું હોય છે. એમણે ૨જૂ કરેલી કથાઓ આજના સમાજની પરિસ્થિતિનું એક પ્રકા૨ણ દસ્તાવેજીકરણ પણ છે. લખાણો સ્વચ્છ, શાલીન અને સુસંસ્કૃત પણ છે. એમનો સ્ટેથોસ્કોપ હૃદયની નળીઓના ધબકારા સાંભળે છે તો તેઓ એની સાથે સાથે તેમને મળવા આવનારી દર્દી કે પાત્રના હૃદયની સંવેદના પણ સાંભળી લે છે અને એ જ કારણથી જ ડૉ. શરદ ઠાક૨ એક અદ્વિતીય સર્જક છે. એમના લખાણોમાં શ૨દની સુરખી, વસંતની રમણીયતા, પાનખરના રંગ અને વર્ષાઋતુની ભીની માટીની સોડમ પણ છે. આ પુસ્તક વાંચવાથી સહુ વાચકોને આ તમામ ઋતુઓનો અહેસાસ જરૂ૨ થશે.

-

દેવેન્દ્ર પટેલ

(વરિષ્ઠ પત્રકાર અને જાણીતા લેખક

‘કભી કભી’ કૉલમ ફેમ)

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત