PREM PIYALA

135 150 (10% Off)
Name: પ્રેમ પિયાલા
SKU Code: 10250
Weigth (gms): 250
Year: 2022
Pages: 136
ISBN: 9789393223944
Availability: In Stock

પ્રેમ પિયાલા

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

જગતમાં એવી વ્યક્તિ જ નથી જેણે પ્રેમ કર્યો ન હોય! અસ્તિત્વ પણ આપણા વ્યક્તિત્વના ભરપૂર પ્રેમમાં છે. એની સાબિતી જેવો સમય આપણે જીવવાને બદલે વેડફી નાખીએ છીએ. પ્રેમને તૃપ્તિ પર ભરોસો નથી. એ તો પળેપળની અતૃપ્તિ છે. પીધા પછી પણ છિપાય નહીં એવી તરસમાં પ્રેમ છે. એને યાદોના હેંગરમાં હેંગઓવર થઈને લટકવું નથી ગમતું! એને ભવિષ્યની ધારણાઓ આંજીને આંખોને ઉલ્લુ બનાવવાનું નથી પરવડતું. એ તો વર્તમાનનો વૈભવ છે. જેની પાસે પ્રેમ છે એની પાસે બધું જ છે. પ્રેમ હોય પછી બીજા કશા ટેકાની જરૂર નથી! પ્રેમ તો એવો આસવ છે જે ભાનમાં લાવે છે, જાગૃતિને જીવંત કરે છે. દર્પણ વગર આંખો મિલાવવાની અનુભૂતિ છે. પ્રેમનો નશો ખભાઓ ઉપર બગીચા ઉગાડીને પતંગિયાની જેમ ઊડાઊડ કરતાં આપણને હળવા કરે છે. જેના ઘૂંટ ઘૂંટમાં જીવન છે એ પ્યાલો પ્રેમનો છે. એને પીવા માટે પાત્ર નહીં, પાત્રતાનો પ્યાલો જરૂરી છે. દુનિયાને ખંખેરીને તમે સાવ એકલા હશો ત્યારે પ્રેમ તમને એના પ્રત્યેક ઘૂંટમાં જીવનથી તરબતર કરશે. આ પુસ્તકના પાને પાને એવો પ્રેમરસ છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત