PAN, HUN TO TANE PREM KARU CHHU ! PART: 2

315 350 (10% Off)
Name: પણ, હું તો તને પ્રેમ કરું છુ! ભાગ: ૨
SKU Code: 5668
Weigth (gms): 350
Year: 2017
Pages: 368
ISBN: 9789351981640
Availability: Out Of Stock

પણ, હું તો તને પ્રેમ કરું છુ! ભાગ: ૨

Out Of Stock

Call For Availability: +91 9737224104

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

ડૉ. હંસલ ભચેચની સ્ત્રી-પુરુષના સંબંધોને મજબૂત બનાવતી અત્યંત લોકપ્રિય પુસ્તકશ્રેણી 'Relationship Builder Series'નું સરળ અને હળવી શૈલીમાં લખાયેલું, વ્યવારુ અને ઉપયોગી માર્ગદર્શન આપતું, વાંચતા જ મનમાં વસી જાય તેવું વધુ એક પુસ્તક...

એક મનોચિકિત્સક તરીકે વર્ષોના અનુભવ ઉપરથી એક વાત તો હું ખૂબ દેઢતાપૂર્વક કહી શકું છું કે વ્યક્તિના સુખ-દુ:ખ કે જીવનની સાર્થકતાનો ધણો મોટો આધાર તેના સંબંધોની મજબૂતાઈ ઉપર રહેલો છે. આ સંબંધો લગ્નજીવનના હોય, સંતાનો સાથેના હોય, કુટુંબ-સમાજ સાથેના હોય કે પછી બીજા કોઈ પણ ! આ પૈકી વિજાતીય સંબંધો અને લાગણીઓના સંબંધો તો વ્યક્તિના મનની તંદુરસ્તી માટે અતિ મહત્ત્વના છે. મિલકતોના ઢગલા ઉપર બેઠેલી, પરંતુ સંબંધોથી વિખૂટી પડી ગયેલી વ્યક્તિઓને, જીવનના કોઈ તબક્કે જીવનની નિરર્થકતા મનોમન સતાવે છે અને સંબંધોમાં અનુભવેલા વલોપાતમાં તે રિબાયે જતી હોય છે. ટેકનોલોજી અને સંપર્કના માધ્યમોને કારણે સંબંધોની સંખ્યા ખૂબ વધી ગઈ છે, લાગણીઓ કદીય ના વહેંચી હોય તેટલી વહેંચી શકાય છે પરંતુ ઉષ્મા-હૂંકમાં જબરદસ્ત ઘટાડો થઈ ગયો છે. એક હજાર ‘આર આઈપી' (રેસ્ટ ઈન પીસ) મેસેજિસ કરતાં આપણા ખભા ઉ૫૨ એક પણ શબ્દ બોલાયા વગર મુકાયેલો હાથ વધુ શાતા આપનાર છે એ કહેવાની નહીં, અનુભવવાની વાત છે. જે પરિબળોએ પશ્ચિમીઓની માનસિક શાંતિની ઘોર ખોદી એ પરિબળોને આપણે ગળે વળગાડી રહ્યા છીએ તે આપણી આવનારી પેઢીની સૌથી મોટી કમનસીબી છે. બીજા શબ્દોમાં કહીએ તો તંદુરસ્ત અને સાર્થક જીવન જીવવાની ઝંખના હોય તો સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં ગંભીરતાપૂર્વક વિચાર્યા વગર ચાલે એમ નથી! આ પુસ્તકમાં સંબંધોને મજબૂતાઇ આપે તેવી વાતો સરળ અને હળવી શૈલીમાં લખાયેલી છે. પુસ્તકનું પ્રત્યેક પાનું સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં નક્કર ડગલું છે.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત