PALO NA PADCHHAYA : SILENCE PLEASE ! PART: 4

153 170 (10% Off)
Name: પળોના પડછાયા
SKU Code: 9046
Weigth (gms): 130
Year: 2023
Pages: 104
ISBN: 1882
Availability: In Stock

પળોના પડછાયા

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

જિંદગી એટલે અનેક ખાટીમીઠી ઘટનાઓનો સરવાળો.એ ઘટનાઓ, એ ક્ષણો આપણા જીવનમાં કાયમ માટે એક અસર છોડી જતી હોય છે. દરેક પળની સ્મૃતિ જ્યાં સુધી વિસ્મૃતિમાં ન પરિણમે ત્યાં સુધી પડછાયાની જેમ આપણી સાથે જ રહેતી હોય છે. મારા જીવનમાં બનેલા કેટલાક પ્રસંગોને બસ એમ જ અહીં આલેખ્યા છે. અહીં ઉપદેશનો કોઈ ઉદ્દેશ નથી. બસ, જીવનની અવનવી અને ચિત્ર-વિચિત્ર પળોને વાચકો સાથે એમજ વહેંચવાનો આશય માત્ર છે. જિંદગીની ઘણી પળોએ મને રડાવ્યો છે, હસાવ્યો છે, હરાવવાની કોશિશ કરી છે અને ઊભા થઈને લડવાની હિંમત પણ આપી છે. એ ઘટનાઓએ જ મને ઘડ્યો છે. ઘણી ઘટનાઓ સાવ સાદી લાગે, પરંતુ એ પળ પસાર થઇ ગયા પછી કલાકો સુધી હતપ્રભ બની જવાય એવી અસર છોડી જાય, જ્યારે ઘણાં પ્રસંગો વાવાઝોડાં જેવા દેખાય પરંતુ પસાર થઇ ગયા પછી નાનકડા વંટોળ જેટલી અસર પણ ન છોડે એવું પણ બનતું હોય છે. આ બધું સરવાળે તો એક ગુરુની માફક જિંદગીના રહસ્યો આપણને શીખવાડી જતું હોય છે, મદદગાર નીવડતું હોય છે.આશા છે કે દરેક વાચકને આ વાતોમાંથી કાંઈક એવું મળી આવે જે આ દરેક પ્રસંગે ઈશ્વરે મને આપ્યું છે. દરેકની શ્રદ્ધા એ અવિનાશી ચૈતન્ય તત્વમાં દૃઢ થાય અને દરેકને જિંદગી પર વ્હાલભર્યો વિશ્વાસ આવી જાય એવી પરમકૃપાળુને પ્રાર્થના....

ડૉ. આઈ. કે.વીજળીવાળા
ભાવનગર

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત