NAGINDAS SANGHAVINI SONSARI VAAT

356 395 (10% Off)
Name: નગીનદાસ સંઘવીની સોંસરી વાત
SKU Code: 7235
Publisher: KBOOKS
Weigth (gms): 550
Year: 2018
Pages: 384
ISBN: 9788194110736
Availability: Out Of Stock

Out Of Stock

Call For Availability: +91 9737224104

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

ઇસ ૧૯૧૯માં જન્મેલા અને ૧૨મી જુલાઈ ૨૦૨૦જના રોજ જેમણે વિદાઈ લીધી એવા ગુજરાતના સૌથી વધુ અનુભવ સમૃદ્ધ લેખક, પત્રકાર, ચિંતક અને રાજકીય વિશ્લેષક નગીનદાસ સંઘવી ભારતના એકમાત્ર એવા લેખક હતા જે આયુષ્યના ૧૦૧માં વર્ષે – એમના છેલ્લા શ્વાસ સુધી કાર્યરત હતા. મહિનામાં અખબાર તેમજ મેગેઝિનમાં ૧૨ કોલમ લખવા ઉપરાંત ૧૦૧ વર્ષની વયે અંગ્રેજીભાષામાં એક કરતા વધુ પુસ્તકોનું લેખન પણ કરતા હતા! નગીનદાસ સંઘવીનું તડ ને ફડ, નગીનદાસ સંઘવીની સોંસરી વાત – આ બે ગ્રંથો રાજકોટ ખાતે નગીનદાસ સંઘવીની શતાયુ વંદના પ્રસંગે પ્રસિદ્ધ થયા હતા જેમાં નગીનદાસ સંઘવીએ છેલ્લા ૬૦ વર્ષમાં લખેલી તમામ સામગ્રીમાંથી શ્રેષ્ઠ સામગ્રીનું ચયન કરી આ બે ગ્રંથોમાં સમાવી લેવામાં આવી છે.

આ બે ગ્રંથોની પ્રસ્તાવનામાં પૂજ્ય મોરારિબાપુ લખે છે, ‘‘વયોવૃદ્ધ, અભ્યાસવૃદ્ધ તથા અનુભવવૃદ્ધ આપણાં સૌના નગીનદાસબાપા – મારા માટે પૂજ્ય આદરણીય બાપા – પોતાની જીવનયાત્રાના 100માં વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યા છે, એ આપણાં સૌ માટે આનંદવૃદ્ધિનો અવસર છે. એમની અભ્યાસ તથા અનુભવપૂર્ણ વાણી ‘‘ખાટી-મીઠી’’ છે તેથી મનની અનેક ગાંઠો છોડાવવાની ઔષધી છે. પૂ. બાપાના શતાબ્દી ઉત્સવે બે ગ્રંથો પ્રકાશિત થાય છે એનો ખૂબ જ આનંદ છે. એમનું ‘તડ ને ફડ’ કે ‘સોંસરી વાત’ કે જુદા-જુદા વિષય પરના વક્તવ્યો-ગ્રંથો આ બધું ઉપયોગી માત્ર છે એમ નહીં ઉપકારક છે. બાપાનું બધું જ ગ્રંથસ્થ થવું જોઇએ અને ન બોલાયેલું હોય એ એમની પાસેથી બોલાવી લેવું જોઇએ જેથી વર્તમાન-ભાવિ સમાજને બહુ જ  ઉપકારક સામગ્રી મળી રહે. બાપા એટલે બાપા એટલે બાપા !’’