MATI NO MANAS

203 225 (10% Off)
Name: માટીનો માણસ
SKU Code: 9038
Weigth (gms): 165
Year: 2018
Pages: 184
ISBN: 9789351227250
Availability: In Stock

માટીનો માણસ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

જાતની પામરતા અને ઈશ્વરની જાહોજલાલીને ઉજવી લેવાનો અવસર

માટીનો માણસ ફક્ત એક પુસ્તક નથી, તે એક અવસ્થા છે. એક એવી અવસ્થા જેમાં આપણે સતત હોઈએ છીએ અને છતાં આપણને તેની જાણ નથી થતી. આપણી આસપાસ બનતી અસંખ્ય ઘટનાઓ અને શક્યતાઓની વચ્ચે, આપણે અખંડ રહી શકીએ છીએ એ ઈશ્વરની મહેરબાની છે. આપણે બધાજ જાણીએ છીએ કે આપણે સાવ `ટેમ્પરરી’ શરીરમાં, `ટેમ્પરરી’ શ્વાસ પહેરીને લાઈફટાઈમની વેલીડીટી વાળી શ્રદ્ધા રીચાર્જ કરાવતા હોઈએ છીએ. આવનારી ક્ષણમાં આપણા હૃદયને ધબકવું ગમશે કે નહિ એની પણ આપણને જાણ નથી અને આપણે વાતો કરીએ છીએ `અનલિમીટેડ 4G ડેટા’ની.

કોઈ જ પ્રકારની શારીરિક યાતના વગર આવતી કાલનો સૂર્યોદય આપણે હેમખેમ જોઈ શકીએ, એ જ સૌથી મોટો ચમત્કાર છે. દરેક પળે આવનારી અનિશ્ચિતતાઓ અને જોખમોની વચ્ચે માણસ જેવી તકલાદી જાત સ્વસ્થ રહી શકે છે, એ ઈશ્વરના સૌથી મોટા આશીર્વાદ છે.


કઈ ઘડીએ, કઈ ક્ષણે આપણે માટીમાં ભળી જઈશું? એની જાણ આપણને કોઈને નથી. તો આવો, માટીમાં ભળી જઈએ, એ પહેલા આપણી જાતમાં રહેલા માટીના માણસને ઉજવી લઈએ. વેદના અને સંવેદનાઓની ચાદર ઓઢીને, ટૂટીયું વાળીને આપણાસૌમાં એક માટીનો માણસ સૂતેલો છે. એને જગાડવાનું કામ કરવાનું છે.

– ડૉ. નિમિત્ત ઓઝા



ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત