MARI SULBHA

135 150 (10% Off)
Name: મારી સુલભા
SKU Code: 1648
Weigth (gms): 160
Year: 2016
Pages: 184
ISBN: 9789351223955
Availability: In Stock

મારી સુલભા

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

શાશ્વત પ્રેમની ગાઢ અનુભૂતિ અને અનિશ્ચિતતાઓની વચ્ચે વિકસતી કથા
એવું નથી કે એ હવે મને દેખાશે જ નહીં કે એ મને જોશે નહીં – પણ એ દેખાવું અને એ જોવું જુદું હશે. એવી રીતે દેખાશું એકબીજાંને, જેમ કેટલાય લોકો – કેટલાય લોકોને – દિવસમાં કેટલીય વાર – દેખાતાં રહે છે.
અમારા વચ્ચે જે કંઈ હતું એ કાચા દોરાથી બંધાયેલું હતું. એક ઝાટકો અને પછી એક છેડે હું લટકતો હોઈશ, બીજા છેડે સુલભા. લટકવા જેવું પણ નહીં હોય – દૂર દૂર ફંગોળાઈ જશું, સુલભા એના જીવનમાં, હું મારા જીવનમાં,
વરસો પછી એ ક્યાંક મળી જશે – ભરાયેલું શરીર, કસીને બાંધેલા વાળ, ચામડી પર લચી આવેલી ઉંમર... બધી જ પીડાને દબાવી દીધા પછી શરીર પર ઊતરી આવતા સુખનો મેદ... ચશ્માં આવી ગયાં હશે. અમે એકબીજા સામે જોશું અને કોઈ જૂના અને વીતી ગયેલા પરિચયની ઝાંય આંખોમાં ઊતરી આવશે.
પ્રેમ – સમજભર્યો પ્રેમ – ઘણું બધું વેઠવાની શક્તિ આપે છે.
‘પ્રિયજન’ના સર્જક વીનેશ અંતાણીની ભીની ભીની સુગંધિત લાગણીઓના ઊંડાણમાં લઈ જતી નકરી પ્રેમકથા

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત