MAN NO MALO : MOTICHARO PART: 2

135 150 (10% Off)
Name: મનનો માળો
SKU Code: 7773
Weigth (gms): 100
Year: 2023
Pages: 80
Availability: In Stock

મનનો માળો

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

વાંચવા, વંચાવવા જેવું પુસ્તક

જીવન તરફ હકારાત્મક વલણ કેળવતાં પુસ્તકોની આજકાલ બોલબાલા
છે. જિવાયેલા જીવનમાંથી કશીક ચમત્કૃતિ ઉપસાવી તેમાંથી સરળ ભાષામાં બોધ
સારવતાં લખાણો વાચકોને શ્રદ્ધા અને નૈતિકતા તરફ પણ વાળે છે. વ્યવસાયે
ડૉક્ટર આઈ. કે. વીજળીવાળાનું માત્ર ૭૬ પાનાંનું નાનકડું પુસ્તક ‘મનનો માળો'
આ દિશાનું મહત્ત્વનું ઉમેરણ છે. ડૉ. વીજળીવાળાનું આ શ્રેણીનું પ્રથમ પુસ્તક
‘મોતીચારો’ ગયે વર્ષે પ્રગટ થયું પછી એક જ વર્ષમાં તેની છ આવૃત્તિ થઈ હતી.
‘મનનો માળો’ પણ એવી જ લોકપ્રિયતા હાંસલ કરી શકે તેવું બન્યું છે.


ડૉ. વીજળીવાળાનું પુસ્તક એ રીતે પણ રસપ્રદ છે કે તેમણે અગાઉની જેમ
જ આ વેળા પણ ઇન્ટરનેટ પરથી ૨૯ જેટલી બોધકથા ગુજરાતીમાં અવતારી છે
અને તેમનો કસબ એ રીતે અહીં કામ લાગ્યો છે કે ભાષાંતરિત કથા અહીં બિલકુલ
મૌલિક લાગે છે. મૂળ કથાના મર્મને ઉપસાવવા તેઓ રસાળ શૈલી અને ભાષા યોજે
છે. આ બધી જ કથાઓ દોઢ—બે પાનાંની હોવાથી વાચકોને વધુ ગમશે. એ
વાંચવાથી જીવનમાં પ્રેરણા મળવા ઉપરાંત શ્રદ્ધાબોધ મળશે.


ડૉ. વીજળીવાળાએ જાણે કે ઇન્ટરનેટ પરથી ખજાનો શોધ્યો છે અને નવી
ધારા પ્રગટાવી છે. વાંચવા અને વંચાવવા જેવો આ ‘મનનો માળો” વાચકના મનમાં
પણ માળો બાંધશે.

બકુલભાઈ ટેલર


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત