MAHABHARAT NU ANAVRAN : BHARATVARSHNA PRASIDDHA ITIHASNAN AGNANT PASAN

359 399 (10% Off)
Name: મહાભારતનું અનાવરણ : ભારતવર્ષના પ્રસિદ્ધ ઇતિહાસનાં અજ્ઞાત પાસાં
SKU Code: 9938
Author: AMI GANATRA
Weigth (gms): 350
Year: 2025
Pages: 332
ISBN: 9789356408258
Availability: In Stock

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

કુરુવંશના જે ધર્મયુદ્ધ ભારતને હલાવી દીધું હતું. એ વાતને સદીઓ વીતી ગઈ છે. પરંતુ

આપણાં પૂર્વજોનો આ ઇતિહાસ આપણને આજે પણ આકર્ષિત કરતો રહે છે. આજે પણ

આપણે આ મહાકાવ્યનાં પાત્રો અને એમના કાર્યો વિશે ભાવુક થઈને વિમર્શ કરીએ છીએ.

આજે પણ આપણે આપણાં પ્રિય પાત્રોનો ઉત્સાહથી બચાવ કરીએ છીએ અને અન્યોની

આલોચના કરીએ છીએ. મહાભારતની પ્રાસંગિકતાનું આજ પ્રમાણ છે કે આજે પણ વિશાળ

સંખ્યામાં આના પર આધારિત રચનાઓ બનતી રહે છે.

 

યધ્યપિ, મોટાભાગના લોકો સામાન્‍ય કથાથી જ્ઞાત છે, આના સંબંધિત કેટલાય પ્રશ્નો

અને કિંવદંતી પ્રચુર માત્રામાં ફેલાયેલા છે. જેમ કે યુદ્ધની ભૌગોલિક સીમા શું હતી? શું

દ્રોણાચાર્યએ વાસ્તવમાં કર્ણને પોતાના શિષ્યના રૂપમાં સ્વીકાર કરવાનો નકાર કર્યો હતો?

ઈંદ્રપ્રસ્થની રાણીનાં રૂપમાં દ્રૌપદીની જવાબદારીઓ શું હતી? શું એણે ક્યારેય દુર્યોધનનો

ઉપહાસ કર્યો હતો? શું મહાભારતનાં સમયની સ્ત્રીઓ દબાયેલી અને આધીન હતી?

સમયે યુદ્ધ દરમિયાન નિર્મિત સૈન્ય સંરચનાઓના નામ શું હતા? પાંડવોના પુત્રોએ શું

ભૂમિકા ભજવી હતી? શું ભારતના દક્ષિણભાગનું મહાભારતમાં કોઈ વર્ણન છે? યુદ્ધ પછી શું

થયું? આવા હજી કેટલાયે જટિલ પ્રશ્નો છે જે વાચકોને મૂંઝવણમાં રાખે છે.

 

આ પુસ્તક થકી લેખિકા અમી ગણાત્રા એવાં કેટલાંયે પ્રશ્નોનાં ઉત્તર આપે છે. લોકપ્રચલિત

અવધારણાઓને ખંડિત પણ કરે છે તથા સર્વસ્વીકૃત અને પ્રામાણિક સ્ત્રોતમાંથી

ઉપલબ્ધ મહર્ષિ વેદવ્યાસના મહાભારતમાં વર્ણિત એવા વાસ્તવિક તથ્યોને પ્રસ્‍તુત કરે

છે જે સામાન્‍ય સ્તર પર જ્ઞાત નથી. મહાભારત જેવા પ્રમુખ, પ્રસિદ્ધ અને પ્રભાવશાળી

ઇતિહાસને સમજવા માટે એને એના વાસ્તવિક રૂપમાં જાણવું અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તો

સમય બિલકુલ વેડફ્યા વગર આ પુસ્તકને હાથમાં લો, આરામથી બેસો અને વાંચો,

મહાન મહાકાવ્યનાં તથ્યો અને સચ્ચાઈને જાણો!