LOLTUN NI GUFAOMA

153 170 (10% Off)
Name: લોલટુનની ગુફાઓમાં
SKU Code: 4729
Weigth (gms): 170
Year: 2023
Pages: 136
ISBN: 9789381315019
Availability: In Stock

લોલટુનની ગુફાઓમાં

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

માયા સંસ્કૃતિનું નામ સાંભળતા જ મનમાં કુતૂહલ વ્યાપી જાય છે. ઈ.સ. પૂર્વે ૩૦૦૦ વરસથી યુકાતાન, મૅક્સિકો તેમજ દક્ષિણ અમેરિકામાં વસતા મોટા ભાગના માયા લોકો નવમી સદી પછી અચાનક પોતાનાં ભવ્ય પિરામિડો તેમજ સંસ્થાનો મૂકીને ગાયબ થઈ ગયા. એમના રીતરિવાજો, માન્યતાઓ, દેવી-દેવતાઓ એ બધા અંગે વાંચતા જ રોમાંચ થઈ આવે છે. એવી જ રોમાંચક કથાઓ પૃથ્વીના પેટાળમાં અગાર્થાના લોકો અંગે વાંચવા મળે છે. એવું કહેવાય છે કે માયા લોકો પૃથ્વીના પેટાળમાં રહેતા અગાથ્રવાસીઓના ઘનિષ્ટ સંપર્કમાં હતા !અને લોલટુનની ગુફાઓ દ્વારા એકબીજાના પ્રદેશમાં જતા-આવતાં !


લોલટુનની ગુફાઓ આજે પણ પૂરેપૂરી જોઈ શકાતી નથી. એમાં અમુક અંતરથી આગળ જવા પર સરકારે પ્રતિબંધ લગાવેલો છે, પરંતુ આ સફરનો નાયક અને એના સાથીદારો તો એનાથી પણ આગળ પૃથ્વીમાં ઘણે ઊંડે સુધી જવા માટે તૈયાર થયા છે. શું ખરેખર અગાર્થા જેવું કાંઈક હશે ખરું ? એ ગુફાઓની અંદર શું છુપાવેલું છે, એ જાણવા માટે આપણે પણ એમની સાથે જવું તો પડશે જ - લોલટુનની ગુફાઓમાં ! જોઈએ ! આગળ-ઉપર શું થાય છે!

ડૉ. આઈ. કે. વીજળીવાળા

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત