LAAJ : VARTA SANGRAH

179 199 (10% Off)
Name: લાજ
SKU Code: 10336
Author: JESANG JADAV
Weigth (gms): 200
Year: 2026
Pages: 106
ISBN: 9789366570815
Availability: In Stock

લાજ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

સમગ્રતયા, “લાજ” સંગ્રહની તેર રચનાઓમાંથી પસાર થયા બાદ નોંધી શકાય એમ છે કે વાર્તાકાર જેસંગ જાદવ પાસે દલિતજીવનના અનેક વાસ્તવિક અનુભવો છે; જેમાંથી આ વાર્તાઓનું ભાવજગત આકારિત થયું છે. લેખક પાસે ઉપેક્ષિત પાત્રોનાં જીવનમૂલ્યોની પ્રતિષ્ઠાનું પુનઃસ્થાપન અને એમની અસ્તિત્વમૂલક સમસ્યાઓને

અભિવ્યક્ત ક૨વાની કલા પણ છે. વાર્તાક્ષણને પકડી એનો કલાત્મક વિકાસ ક૨વાની એમની પ્રતિભાની પ્રતીતિ ‘શિંગડા’ ‘સૂક્ષ્મ પાપ’ ‘લાજ’ ‘ખાટલો’, વગેરે વાર્તાઓમાંથી પ્રાપ્ત થઈ રહે છે. પાત્રાલેખન સંદર્ભે જોઈએ તો એમનાં પાત્રોની બે વિશેષતાઓ તારવી શકાય એમ છે. એક તો એ કે એમનાં સ્ત્રીપાત્રો પોચટ કે લાગણીવેડામાં સરી પડતાં નથી. નારીસહજ અને માનવસહજ નિર્બળતાઓ એમનામાંય છે. પરંતુ સમયાનુકૂળ બની પિરસ્થિતજન્ય પડકારોનો દૃઢતાપૂર્વક સામનો કરે છે. જેમ કે ‘લાજ’ની રૂપા, ‘સૂંઢલ’ની રાજુલ, ‘ખાટલો’ની દક્ષા, કે ‘રામણ દીવડો'ની માનસી, બીજી વિશેષતા એ છે કે એમનાં દલિત પાત્રો, વિશેષતઃ પુરુષ પાત્રો પરિસ્થિતિવશ માનવતાવાદી અભિગમ અપનાવે છે. જ્યારે, અદલિત પાત્રો કોઈ નબળી દશા કે સ્થિતિમાં મુકાય ત્યારે જ આયાસપૂર્વક એવું આચરણ ક૨તા અનુભવાય છે. ‘લાજ’ ‘સૂક્ષ્મ પાપ’ ‘નોતરું’ ‘પરાળ’ ‘ઘર’ વગેરે આ જૂથની વાર્તાઓ છે.

· દશરથ પરમાર


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત