KUNDALINI (J)

269 299 (10% Off)
Name: કુંડલિની
SKU Code: 10311
Author: OM SWAMI
Weigth (gms): 250
Year: 2026
Pages: 180
ISBN: 9789349358713
Availability: In Stock

કુંડલિની

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI


પ્રસન્નતાની ઉચ્ચતમ અવસ્થા સુધી પહોંચવા માટે વાસ્તવમાં સાધુ બનવાની જરૂર નથી!

હા, આ સત્ય છે.

 

હિમાલયના સિદ્ધયોગી ઓમ સ્વામી પોતાના પુસ્તક કુંડલિની – એક વણકહી કથામાં કુંડલિની શક્તિની રહસ્યમય કથા ઉજાગર કરે છે; કુંડલિની એ વસ્તુતઃ મહાદેવીનું નિરાકાર સ્વરૂપ છે અથવા એમ કહી શકાય કે એ આદિકાળથી અસ્તિત્વ ધરાવતી મનુષ્યની સ્વયંની પ્રચંડ ઊર્જા છે.

પોતાની લાક્ષણિક હાસ્યપ્રદ શૈલીમાં કુંડલિની તથા એના સાત ચક્રોનાં ગુપ્ત અને પ્રાયોગિક અર્થ પ્રગટ કરવાની સાથોસાથ લેખક આ પુસ્તકમાં કુંડલિની ઊર્જાને જાગૃત કરવા માટે જરૂરી પગલાંનું પદ્ધતિસર વર્ણન કરે છે. આ રોચક પ્રસંગો એમના પોતાના અનુભવો પર આધારિત છે, જે એમણે વર્ષો સુધી કરેલી કઠિનતમ સાધના થકી મેળવ્યાં છે.

સાધનાનાં માર્ગે ચાલવા માટે અખૂટ પ્રેરણા આપતી આ યાત્રા ખેડવા માટે તૈયાર થઈ જાઓ. આ પુસ્તકમાં આપને એવાં મોતી પ્રાપ્ત થશે, જે આધ્યાત્મિકતા સંબંધિત અન્ય એકપણ ગ્રંથમાં સમાવિષ્ટ નથી. કુંડલિનીનાં મૂળિયાંથી માંડીને એટલે કે આદિકાળથી શરૂ કરીને આધુનિક યુગમાં ઓમ સ્વામીની પોતાની સાધના અંગે અહીં વિસ્તૃતમાં આલેખન થયું છે.

 

ઓમ સ્વામી દ્વારા આધ્યાત્મિકતા અને વેલનેસ જેવાં વિષયો પર લખાયેલાં અનેક પુસ્તકોએ લાખો લોકોનાં જીવનને પરિવર્તિત કરવાનું કાર્ય કર્યુ છે. ઝાકઝમાળ અને સામૂહિક કાર્યક્રમોથી હંમેશા માટે દૂર રહેનારા આ અપરંપરાગત સંન્યાસી દ્વારા અતિપ્રાચીન ‘કુંડલિની વિદ્યા’ અને શરીરના સાત ચક્ર અંગેનું વિજ્ઞાન આ પુસ્તકમાં ઉજાગર કરવામાં આવ્યું છે, જે આપના જીવનને સંપૂર્ણપણે પરિવર્તિત કરવાની ક્ષમતા ધરાવે છે.

અત્યંત પ્રચલિત અને ૧૦૦ ટકા નિઃશુલ્ક એવી વિશ્વપ્રસિદ્ધ ‘સાધના એપ્લિકેશન’ના તેઓ પ્રણેતા છે. એમની બ્લૉગ પૉસ્ટ્સ os.me વેબસાઇટ પર આપ વાંચી શકો છો અને એમના વિશે વધુ જાણવા માટે www . omswami . com વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત