KRUSHNAKUNJI

449 499 (10% Off)
Name: કૃષ્ણકુંજી
SKU Code: 10293
Weigth (gms): 450
Year: 2024
Pages: 424
ISBN: 9789386669827
Availability: In Stock

KRUSHNAKUNJI : GUJARATI TRANSLATION OF "THE KRISHNA KEY" : કૃષ્ણકુંજી

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

પાંચ હજાર વર્ષ પહેલાં, પૃથ્વી ૫૨ એક ચમત્કારિક વ્યક્તિત્વનો જન્મ થયો હતો... જેમનું નામ હતું, શ્રીકૃષ્ણ!
માનવજાતિના કલ્યાણ હેતુ એમણે અનેક ચમત્કારો કર્યા હતા. માણસો એ વિચારથી થથરી જતા હતા કે કૃષ્ણ મૃત્યુ પામશે તો? પરંતુ એમને સાંત્વના આપવામાં આવી કે ભવિષ્યમાં કળિયુગ દરમિયાન જ્યારે માનવજાતને જરૂર પડશે ત્યારે તેઓ એક નવો અવતાર ધા૨ણ ક૨શે. આધુનિક યુગમાં એક નાનકડો અમી૨ છોકરો એ વિશ્વાસ સાથે મોટો થાય છે કે તે સ્વયં કલ્કી અવતાર છે! વાસ્તવિકતા એ છે કે એ માત્ર એક સિરિયલ કિલર છે!


હૃદયના ધબકારા વધારી દેનારી આ વાર્તામાં, ભગવાનના નામે પોતાની ઘાતકી અને ખૂબ સમજી-વિચારીને બનાવવામાં આવેલી યોજનાઓને એક હત્યારો આકાર આપી રહ્યો છે. પ્રાચીન અને રહસ્યમય માનવજાતિ માટે કૃષ્ણનો અમૂલ્ય વારસો ઉજાગર કરવાના ભયંકર ષડયંત્રનો આ સર્વપ્રથમ સંકેત છે!

કૃષ્ણની સૌથી અમૂલ્ય વસ્તુના ગૂઢાતિગૂઢ સ્થાનની શોધખોળ માટે ઇતિહાસકાર રવિ મોહન સૈનીએ દ્વારકાનાં સમુદ્રમાં ગરકાવ થઈ ગયેલાં અવશેષો અને સોમનાથના રહસ્યમય શિવલિંગથી શરૂ કરીને કૈલાશ પર્વતના ઊંચા હિમશિખરો સુધીની યાત્રા ખેડવી પડશે. કાલીબંગનનાં રેતીમાં ગરકાવ ખંડેરથી માંડીને ઔરંગઝેબ દ્વારા નષ્ટ કરવામાં આવેલાં વૃંદાવનનાં મંદિરો સુધીની પ્રાચીનતામાં રવિએ ડૂબકી લગાવવી પડશે, જેથી તે ન્યાયના ક્રૂર પતનને રોકી શકે!


અશ્વિન સાંઘી લાવ્યા છે, ગહન સંશોધન સાથે લખવામાં આવેલી એક વાર્તા! સાથોસાથ, તેઓ વૈદિક યુગની એક અવિશ્વસનીય વૈકલ્પિક વ્યાખ્યા પણ ૨જૂ કરી રહ્યા છે. ષમંત્રોમાં રસ-રુચિ ધરાવનારા અને થ્રિલર નવલકથાઓના ચાહકોને આ વાર્તા અત્યંત ગમશે.



ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત