KHATA RAHE MERA DIL

270 300 (10% Off)
Name: ખાતા રહે મેરા દિલ
SKU Code: 5511
Author: JAY VASAVADA
Publisher: RIMZIM CREATION
Weigth (gms): 360
Year: 2018
Pages: 96
ISBN: 9788191039047
Availability: In Stock

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

જી હા. પણ એટલે જ આ નાનકડી રૂપકડી કિતાબ રેસિપી બૂક નથી. એના તો યુટ્યુબ વિડીયોઝ ઘણા છે. આ તો ભોજનના ભજનની વાત છે. આજકાલ બધા ‘વેઇટ’ કરી વેઈટર પાસે ઓર્ડર કરી વારંવાર બહાર જમતા અને સ્વાસ્થ્ય બગડતા થયા છે. ત્યારે પહેલા મમ્મી અને ભાવનામામીને લીધે મને ઘરનું સ-રસ જમવા મળ્યું છે. સ્ત્રીને અન્નપૂર્ણા કે રસોડાની રાણી કે કિચન કવીનનું બિરુદ મળ્યું એ એની શક્તિ છે, ગુલામી નથી. સ્વાદ પણ સર્જક્તા છે. સદનસીબે, આપણે હવે જ જગતભરના સ્વાદ માણતા થઈ ગયા. પણ કમનસીબે, આપણા અસ્સલ યાને ઓરિજીનલ સ્વાદ ભૂલાતા જાય છે. આર્ટીફિશ્યલ ઓરેન્જ ડ્રિંક પીવું ફેશનેબલ, પણ તાજી નારંગી લઇ મલ્ટીપ્લેક્સમાં જતા શરમ આવે લો !