KALMASH

269 299 (10% Off)
Name: કલ્મષ
SKU Code: 10389
Weigth (gms): 250
Year: 2022
Pages: 228
ISBN: 9789393223661
Availability: In Stock

કલ્મષ : મૈત્રી ,પ્રેમ અને લાલસા વચ્ચે રાચતી પ્રપંચકથા

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

માનવીના જીવનમાં કેટલા રંગ હોઈ શકે? સપ્તરંગી દુનિયાથી ભરેલું જીવન જ્યારે પુસ્તકરૂપે સામે આવે ત્યારે એમાં પારદર્શિતા ઓછી ને કલ્પના વધુ હોય, પરંતુ પોતાના અંતરંગ જીવનની કહાની અજાણતાં પ્રગટ થઈ જાય તો?

એવી જ કોઈક વિટંબણા સામે આવીને ઊભી રહી છે નામાંકિત લેખક વિવાન શ્રીવાસ્તવ સામે.

પબ્લિશિંગ ઇન્ડસ્ટ્રીના નવા આયામ સાથે તાલ મેળવીને ચાલનાર લેખકની જિંદગીમાં કોઈ ભેદભર્યા પ્રક૨ણો હોય ને એ લેખકની જાણ વિના આત્મકથા તરીકે પ્રગટ થઈ જાય એ કઈ રીતે શક્ય બને ?

એવી જ કોઈ કહાણી છે કલ્મષની.

 

જે મિત્રતા વિશ્વાસના પાયા ૫૨ નિર્ભર હોય અને તેવા સંજોગોમાં આવી કોઈ રહસ્યમયી વાત મિત્રતા સામે પ્રશ્નાર્થ ઊભા કરી દે તો? આજની આધુનિક ટેક્નોલૉજીએ પુસ્તક પ્રકાશનના આયામ પણ ઉપરતળે કરી નાખ્યા છે. પરિવર્તન અને નવીનતા એ તાજગી છે અને આવકાર્ય એવું ઘટક પણ જ્યારે એ કસબ કોઈ આયુધ બનીને વીંઝાય તો?

પ્રેમ, મિત્રતા, વાત્સલ્ય, માનવીય મૂલ્ય સાથે સાથે માનવસહજ નબળાઈનું મિશ્રણ એક રમતનો આવિષ્કાર કરે છે.

પીઠ પાછળ રમાઈ જતી એ ૨મત એટલે કલ્મષ.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત