KALHARI RANNA KHOVAYELA SAHERNI SHODHMA!

153 170 (10% Off)
Name: કલહરી રણના ખોવાયેલા શહેરની શોધમાં!
SKU Code: 10170
Weigth (gms): 150
Year: 2023
Pages: 152
ISBN: 9789359134536
Availability: In Stock

કલહરી રણના ખોવાયેલા શહેરની શોધમાં!

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

કલહરીનું રણ આફ્રિકાનું બીજા નંબરનું અને વિશ્વમાં સાતમા નંબરનું મોટું રણ છે. કુલ 9,00,000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા એ રણમાં આર્યન ઑક્સાઇડ ભરેલી રેતીના ઊંચા ઊંચા અને સ્થાન બદલતા લાલ રંગના ઢગલા માણસોને ગૂંચવી દે એવા હોય છે. જંગલી પ્રાણીઓનું એ ઘર છે. એ રણ પોતાની અંદર ઘણાં રહસ્ય સંઘરીને બેઠું છે. એટલાન્ટિસ ખંડ ધરતી પર હયાત હતો એ વખતનું એક શહેર એ રણમાં ક્યાંક ખોવાયેલું પડ્યું છે! સદીઓ સુધી જે શહેર પર્વતોની વચ્ચે રેતીમાં ઢંકાયેલું પડ્યું રહ્યું છે, જેનું રહસ્ય આજ દિવસ સુધી કોઈને નથી મળ્યું, જેની જમીન પર બધે જ હીરા-પથ્થરની જેમ રખડતા પડ્યા હોય છે અને જે સંપૂર્ણપણે સોનાથી મઢેલું છે એ શહેરમાં ખરેખર દાખલ થઈએ તો શું થાય? એવી જગ્યાએ આપણે કેટલી તકલીફો સહન કરવી પડે? બુશમેન નામના આદિવાસીઓ કેમ ત્યાં કોઈને જવા જ દેતા નથી? આ બધી વિગતો વાંચતી વખતે મને જે રોમાંચનો અનુભવ થયો છે એ જ અનુભવ મારા વાચકોને થશે એવું હું માનું છું.

ડૉ. આઈ. કે. વીજળીવાળા

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત