JYOTISHSHASTRA ANE SHAREBAJAR

270 300 (10% Off)
Name: જ્યોતિષશાસ્ત્ર અને શેરબજાર
SKU Code: 5385
Author: ASHISH MEHTA
Weigth (gms): 500
Year: 2011
Pages: 360
Availability: In Stock

જ્યોતિષશાસ્ત્ર અને શેરબજાર

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

તમે તમારી આવતી કાલને બદલી શકો છો

આજથી શરૂઆત કરો.

You can transform your Tomorrow Start Today.

આશિષ મહેતા એક વિખ્યાત જ્યોતિષી અને વાસ્તુશાસ્ત્રી છે, જેમણે બી.ઇ. સિવિલ તથા કન્સ્ટ્રક્શન એન્ડ પ્રોજેક્ટ મેનેજમેન્ટ (CEPT)ની પદવીઓ પ્રાપ્ત કરેલ છે. તેઓએ જ્યોતિષ મહર્ષિ, જ્યોતિષ વિશારદ, જ્યોતિષ માર્તંડ, જ્યોતિષ દૈવજ્ઞરત્ન, જ્યોતિષ રત્નમ્, વાસ્તુવિશારદ, વાસ્તુશિરોમણિ, હસ્તવિશારદ, અંકવિશારદ જેવી અનેક પદવીઓ પ્રાપ્ત કરેલ છે. તેઓ વેદશાસ્ત્રો, યોગશાસ્ત્ર, મંત્રશાસ્ત્ર, ધ્વનિશાસ્ત્ર, યંત્રવિધા, શ્રીવિદ્યા, ટેલિથેરપી, વૈકલ્પિક ચિકિત્સા, કલરથેરપી તથા વ્યક્તિત્વ વિકાસ જેવા વિષયોમાં ઊંડો રસ ધરાવે છે. જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, શેરબજાર અને જ્યોતિષશાસ્ત્ર, વેદ-ઉપનિષદ વગેરે વિષયો જીવનમાં સુખ, શાંતિ અને સફળતા મેળવવા કેવી રીતે ઉપકારક બની રહ્યા છે તે વિષય પર તેઓના સેમિનાર, લેક્ચર દેશવિદેશમાં સતત થયા કરતા હોય છે.

જ્યોતિષશાસ્ત્ર અને શેરબજાર આ વિષયો પર મોટાભાગના લોકો માત્ર અનુમાન કે અંતઃસ્ફુરણાને આધારે કામ કરતાં દેખાતાં. એક શાસ્ત્રોક્ત તર્કબદ્ધ સમજ લોકોને આપવાના વિચારે જ આ ગ્રંથની રચના કરાવી છે.

પ્રસ્તુત ગ્રંથમાં જ્યોતિષશાસ્ત્રની સહેજ પણ સમજણ ના હોય તેવા વાચકોને પણ સમજાય તે રીતે પ્રારંભિક સમજ આપવામાં આવી છે. વળી, પંચાંગ, રાશિ, કુંડળી વગેરેનો ઉપયોગ શેરબજારમાં કેવી રીતે કરવો તે પણ અનેક ઉદાહરણો સાથે સમજાવવામાં આવ્યું છે. શેરબજારમાં તેજી-મંદી લાવતા સિદ્ધાંતો ચર્ચી તે સિદ્ધાંતો બજારની સૌથી મોટી તેજી-મંદી વખતે કેવી રીતે કામ કરે છે તે કુંડળીઓનાં ઉદાહરણો સાથે સમજાવવામાં આવ્યું છે.

શેરબજારમાં સચોટ લાભ કરાવતી અન્ય સહાયક પદ્ધતિઓ -- પ્રશ્નકુંડળી, રાજકીય ફ્લાદેશ, ગોચર ફ્લાદેશ, સર્વતોભદ્રચક્ર, બાયોરિધમની પણ ગ્રંથમાં સમજણ આપવામાં આવેલી છે. જેઓ વધુ સૂક્ષ્મતાથી અભ્યાસ કરવા માગે છે તેઓ માટે શેરબજારમાં અગત્યની કંપનીઓના જન્માક્ષર પણ તેમના ગ્રાફસાથે આપેલા છે.

મિત્રો, આવો આ ગ્રંથમાં ‘રોકાણ' કરી તેમાં દર્શાવેલા જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોને અનુસરી શેરબજારમાં ‘મહત્તમવળતર' મેળવીએ.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત