HOW TO WIN FRIENDS AND INFLUENCE PEOPLE (GUJARATI)

225 250 (10% Off)
Name: હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ ઍન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ
SKU Code: 10309
Author: DALE CARNEGI
Weigth (gms): 300
Year: 2026
Pages: 256
ISBN: 9788168099166
Availability: In Stock

હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ ઍન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ (મિત્રો જીતવાની ને લોકોને પ્રભાવિત કરવાની કળા)

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

દુનિયામાં દરેક જણ સુખ શોધે છે – ને એને મેળવવાનો એક ચોક્કસ રસ્તો છે. એ છે તમારા વિચારો પર કાબૂ રાખવો. સુખ બાહ્ય સંજોગો પર આધાર રાખતું

નથી. એ આંતરિક સ્થિતિ પર આધાર રાખે છે.

ડેલ કાર્નેગી

બેસ્ટસેલર લેખક ડેલ કાર્નેગીનું હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ ઍન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ (મિત્રો જીતવાની ને લોકોને પ્રભાવિત કરવાની કળા) એ અત્યાર સુધીનાં સૌથી ક્રાંતિકારી સ્વ- વિકાસ પુસ્તકોમાંનું એક છે. આ પુસ્તકની આજ સુધીમાં દુનિયાભરમાં ૩ કરોડથીય વધારે નકલ વેચાઈ ચૂકી છે, ને એણે આ સાથે લાખો વાચકોને એમની સાચી ક્ષમતા સિદ્ધ કરવામાં મદદ ને પ્રેરણા આપી છે.

કાર્નેગીના મતે, અસરકારક રીતે વાતચીત કરવાની આવડત એ સફળતાની ચાવી છે. આ પુસ્તકમાં એ બતાવે છે કે - પછી એ અંગત સંબંધો હોય કે ધંધો – બીજા લોકો સાથે જોડાવા ને સફળ થવા માટે તમારી જન્મજાત આવડતોને કેવી રીતે ધારદાર બનાવવી.

કાર્નેગીની નક્કર ને સમયની કસોટીએ પાર ઊતરેલી પદ્ધતિઓ તમને આમાં મદદ કરશેઃ

·       લોકોને જીતી લેવામાં

·       દુશ્મનો ઊભા કરવાનું ટાળવામાં

·       ફરિયાદો સંભાળવામાં ને દલીલો ટાળવામાં

·       તમારા સંબંધો સરળ ને સુખદ રાખવામાં

·       એક સારા વાર્તાલાપી બનવામાં

·       તમારી કમાણીની શક્તિ વધારવામાં

ને બીજું ઘણું બધું...

સંબંધો ને જિંદગીના પડકારોને સંભાળવાની તમારી રીત જ બદલી નાખો. એક કાલજયી ઉત્તમ કૃતિ, જે સ્વ-

-વિકાસ, ધંધો ને સામાન્ય – દરેક પ્રકારના વાચકોને એકસરખી ગમશે!

-

ડેલ કાર્નેગી ન્યૂયૉર્કની વાય.એમ.સી.એ.માં જાહેર વક્તૃત્વના વ્યાખ્યાતા હતા. પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન એમણે યુ.એસ. સેનામાં પણ સેવા આપી હતી. ૧૯૩૬માં એમણે પોતાનું પહેલું પુસ્તક પ્રકાશિત કર્યું ને એક લોકપ્રિય સ્વ-વિકાસ લેખક ને વક્તા બની ગયા. એમની બીજી કેટલીક કૃતિઓમાં હાઉ ટુ સ્ટૉપ વરિંગ ઍન્ડ સ્ટાર્ટ લિવિંગ અને ધ આર્ટ ઑફ પબ્લિક સ્પીકિંગનો સમાવેશ થાય છે.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત