HIRA NO KHAJANO

153 170 (10% Off)
Name: હીરાનો ખજાનો
SKU Code: 1660
Weigth (gms): 190
Year: 2023
Pages: 160
ISBN: 9788190641692
Availability: In Stock

હીરાનો ખજાનો

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આફ્રિકા ખંડ વિશે હાઇસ્કૂલમાં ભણતો ત્યારથી જ એક ગજબનું આકર્ષણ રહેતું. સોનાની ખાણો, હીરાના પર્વતો, વનસ્પતિઓની અજાયબ દુનિયા, માણસખાઉ જંગલીઓ એવા એવા તો કેટલાય વિષયો મને આકર્ષતા. ભૂગોળમાં ભણતી વખતે હું પણ આ વાર્તાના પાત્ર ડીકની માફક જ વિચારોમાં ખોવાઈ જતો. મનોમન આફ્રિકા જવાની કલ્પના કરતો.

ત્યારે હીરાનો ખજાનો મનમાં ઉદ્ભવેલો. એ વખતે તો ઇન્ટરનેટ કે એવી કોઈ સગવડતા નહોતી પરંતુ અમારી શાળાની લાઇબ્રેરી ખાસ્સી સમૃદ્ધ. એનો ઉપયોગ કરીને આફ્રિકાની વાતો વાંચતો ગયો અને એ પરથી વાર્તા બનતી ગઇ. એ પછી મેડિકલની લાંબી સફર. બાળરોગ નિષ્ણાત બની ગયા પછી તરત જ કારકિર્દીમાં લાગી ગયો.


પછી એક દિવસ નાની બહેને સાચવી રાખેલ એ વાર્તા મને મોકલાવી. એ વાંચ્યા પછી ડીક, જેક, રોબર્ટ અને જ્હોન હેરિંગ પાછા સમયની ધૂળ ખંખેરીને બેઠા થઈ ગયા. અને આજે એ પુસ્તકરૂપે પણ આકાર પામી રહ્યું છે.


આફ્રિકાના જંગલની રોમાંચક સફરના સમયે મને આનંદ થાય એ તો બિલકુલ સ્વાભાવિક છે. આ વાર્તાનું એકેએક પાત્ર જાણે કે મારી જિંદગીનું એક એક સાથીદાર બની ચૂક્યું છે. આશા છે કે મારા નાના બાળદોસ્તો પણ આ સાહસકથાની મજા મારી જેમ જ માણી શકશે.

-ડો. આઈ. કે. વીજળીવાળા

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત