HAYATINA HASTAKSHAR

90 100 (10% Off)
Name: હયાતીના હસ્તાક્ષર
SKU Code: 9078
Weigth (gms): 125
Year: 2021
Pages: 96
ISBN: 9789385128165
Availability: In Stock

હયાતીના હસ્તાક્ષર - જીવિત હોવાના દસ્તાવેજ પર એક સહી

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

છાતીની ડાબી બાજુએ હાથ મુકીએ એટલે કંઇક ધબકતું હોય એવું લાગે. જીવવિજ્ઞાને આ ધબકતા પદાર્થને 'હૃદય' નામ આપેલું છે. વિજ્ઞાન કહે છે કે જ્યાં સુધી આ પદાર્થ ધબકતો રહે ત્યાં સુધી માણસ જીવિત છે. શ્વાસ માટે પણ કંઇક આવી જ વાત છે. એક શ્વાસ લેવો અને સામે બીજો શ્વાસ છોડવો, આ ઘટના માણસની જીવિત હોવાની સાબિતી આપતી હોય છે. આપણે જીવનની વ્યાખ્યાને શ્વાસની આવન-જાવન અને છાતીના ધબકારા પૂરતી જ સીમિત કરી નાંખી છે. આપણે ક્યારેય નથી વિચાર્યું કે આ ઘટનાની વચ્ચે માણસ કેટલું જીવે છે. ‘જીવી જવું’ અને ‘જીવંત રહેવું’- એ બે વાતમાં ફર્ક છે. શ્વાસ અને ધબકારાના સહારે તો માત્ર જીવી જવાય છે પરંતુ જીવંત તો સ્નેહ અને સંવેદનાના સહારે જ રહી શકાય છે.

સગવડોને જ સુખ માની બેઠેલી માણસજાત સગવડો ઊભી કરવામાં જ પોતાની આખી જિંદગી પૂરી કરી નાંખે છે. દંભની ચાદર ઓઢીને ફરતો માણસ ક્યારેય પોતાનું અસ્તિત્વ શોધી શકતો નથી. હૃદયમાં દબાયેલી લાગણી, પ્રેમ અને સંવેદના જ માણસને પોતનાં હોવાપણાંની ઓળખ કરાવી આપે છે. પરંતુ નવાઇની વાત તો એ છે કે હવે લાગણીશીલ હોવું એને લોકો મુર્ખામીની નિશાની માને છે. હું માનું છું કે આ તત્ત્વો વિના માણસ કદાય સગવડો અને કહેવાતી દુન્યવી સફળતા તો મેળવી શકે, પરંતુ સાચું સુખ અને શાંતિ તો પ્રેમ અને સ્નેહ વિના શક્ય જ નથી. માણસની અંદર રહેલી સંવેદના એ બીજું કશું જ નથી પણ એની હયાતીના હસ્તાક્ષર જ છે.

ડૉ. જય વશી


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત