GODAN (AR)

450 500 (10% Off)
Name: ગોદાન
SKU Code: 10222
Author: PREMCHAND
Weigth (gms): 600
Year: 2026
Pages: 416
ISBN: 9788199209565
Availability: In Stock

ગોદાન

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI


ધનપતરાય શ્રીવાસ્તવ મૂળ નામ ધરાવતા મુનશી પ્રેમચંદે હિન્દી-ઉર્દૂ સાહિત્યના કીર્તિપ્રાપ્ત અને લોકપ્રિય લેખક છે. ‘ગોદાન’ તેમની અંતિમ સંપૂર્ણ નવલકથા છે. ભારતીય કૃષકના સંઘર્ષમય જીવનનું આલેખન તેના કેન્દ્રમાં છે, પરંતુ ગામડાના ગરીબ ખેડૂતના શોષણ, તેની આર્થિક-સામાજિક વિટંબણાઓ, જમીનદારોના સૂક્ષ્મ જુલમ, ઉચ્ચ વર્ગના શાહુકારોની વ્યાજખોરી, બેઇમાની અને તેને કારણે થતી ગરીબોની દુર્દશાને તથા દલિત સ્ત્રીઓના કહેવાતા સવર્ણો દ્વારા થતા જાતીય શોષણને પણ નવલકથા ઊંડળમાં લે છે. તેના કેન્દ્રીય પાત્ર હોરીના પુત્રનો શહેરીજીવન પ્રત્યેના આકર્ષણને નિમિત્તે ચૂંટણી અને રાજકારણ તથા શેરબજાર સાથે સંકળાયેલા પાત્રો પણ અહીં લસરતી કલમે નિરૂપણ પામે છે. રાજાઓની જાગીર, તેમનાં દંભી જીવન, બ્રાહ્મણ જેવા ઉચ્ચવર્ગીય પાત્રો દ્વારા પ્રજાના સામાન્ય વર્ગને સંડોવી ધાર્મિક-સામાજિક રીતરિવાજોને અનુસરવાની સ્વાર્થ૫૨ક ફરજ વગેરે ગૌણ વિષયો પણ કથા સાથે સંકળાતા જાય છે. જ્ઞાતિપંચની જોહુકમી દરિદ્ર ખેડૂતને જિંદગીભર દેવામાં ડુબાડી રાખે છે. જિંદગીભર દરવાજે પોતાની ગાય બાંધવા તરસતો રહેતો હોરી અંત સમયે પણ ગોદાન કરવાથી વંચિત રહે છે. નવલકથાના શીર્ષકની યથાર્થતા તેમાં ટ્રેજિક આયરની – કરુણ વક્રોક્તિથી સિદ્ધ થાય છે.
પાત્રોને અનુરૂપ ભાષાનો પ્રયોગ પ્રેમચંદની ઊડીને આંખે વળગે તેવી વિશિષ્ટતા છે.

- નીના ભાવનગરી

અહીં પ્રેમચંદ દંભ અને અસત્યનું નિ૨ાવ૨ણ દર્શન કરાવે છે.’ - મુલ્કરાજ આનંદ

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત