GAZAL NAMNUN GAM

203 225 (10% Off)
Name: ગઝલ નામનું ગામ
SKU Code: 10386
Weigth (gms): 150
Year: 2026
Pages: 112
ISBN: 9788117550380
Availability: In Stock

ગઝલ નામનું ગામ - મસ્તીના મુકામે... શબ્દના સરનામે...

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

જીતેન્દ્ર જોશી ઉત્તમ ગીતકાર સાથે ગઝલકાર પણ ઉત્તમ છે, એ આ પુસ્તક વાંચીને પ્રતીત થાય છે. ઇમારત બનાવતાં બનાવતાં ગઝલની ઇબારત પણ સર્જવા લાગ્યા. ડૉક્ટર તરીકે સર્જન છે અને સર્જન પણ કરવા લાગ્યા. ચાર દાયકા ક૨તાં વધુ સમયથી મસ્તીથી કાવ્યસર્જન કરે છે. જેમ ડાબા હાથે દીધેલું દાન જમણા હાથને ખબર ન પડે એમ ડાયરીને પણ ન ખબર પડે એમ ગઝલ લખે છે. તેઓ કોઈ પણ પ્રકારની હોહા કે હલ્લા વગર કાવ્યકર્મ કરી રહ્યા છે. કોઈ પણ સાહિત્યિક પ્રવૃત્તિમાં એમનો આગવો ઉમળકો હોય છે. એમની ગઝલ જેટલા જ તેઓ સહજ અને સ૨ળ છે અને છતાં ગહન છે. ગઝલના ગામમાં રહેનારા શબ્દવાસીઓ માટે દુબારાનો દરબાર અને વાહવાહનો વાયરો કાયમ વહેતો હોય છે. આજના સમયનો અતિ પ્રચલિત આ કાવ્યપ્રકાર બહુ લપસણો છે. તાળીઓમાં સરી પડ્યા તો કવિતા પણ હાથમાંથી સરી પડે છે, જીતેન્દ્રભાઈએ આ સંગ્રહમાં એવું થવા નથી દીધું. છંદ-વૈવિધ્ય સાથે વિષય-વૈવિધ્ય પણ અહીં છે. ગામડાની માટીથી શહે૨ના મૉલ સુધીનો વિસ્તાર છે. ‘ગઝલ નામના ગામમાં' પ્રવેશો એટલે બહાર નીકળવાનું મન નહીં થાય...

ભાગ્યેશ જહા (અધ્યક્ષ : ગુજરાત સાહિત્ય અકાદમી)


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત