GABAN (AR)

315 350 (10% Off)
Name: ગબન
SKU Code: 10235
Author: PREMCHAND
Weigth (gms): 300
Year: 2025
Pages: 280
ISBN: 9788198500519
Availability: In Stock

ગબન

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

‘ગબન’ હિન્દી - ઉર્દૂ સાહિત્યના પ્રસિદ્ધ લેખક, નવલકથાકાર અને વાર્તાકાર પ્રેમચંદની એક સામાજિક અતિ પ્રસિદ્ધ નવલકથા છે. આ નવલકથામાં સરકારી કચેરીઓમાં ચાલતો ભ્રષ્ટાચાર, પોલીસખાતામાં પેસી ગયેલું રાજકારણ, સ્ત્રીઓનું અલંકાર માટેનું પ્રલોભન, પુરુષનું સ્ત્રી-સૌંદર્ય પ્રત્યેનું દૈહિક આકર્ષણ, તેને કા૨ણે તેના દ્વારા આચરવામાં આવતી બેઇમાની – એમ અનેક વિષયોને એકસાથે અહીં ગૂંથી લેવામાં આવ્યા છે. સમાજના નીચલા સ્તરના માણસોની પ્રામાણિકતા અને માનવતા આ નવલકથામાં માનવજાત પ્રત્યેનો હકારાત્મક સૂર ઉમેરે છે, અને એને કારણે જ કદાચ નવલકથા નાયક-નાયિકાના મિલનની દૃષ્ટિએ સુખાંત બની છે. રતન અને જોહરા જેવાં ગૌણ પાત્રોને પણ લેખકે ઘેરા રંગોમાં આલેખ્યાં છે, ભાષા પાત્રા- નુસાર પરિવર્તન સાધે છે.
આમ, તો નવલકથા તૃતીય પુરુષ એકવચન કથનપદ્ધતિથી કહેવાઈ છે, પણ વચ્ચે વચ્ચે ચિંતાગ્રસ્ત પાત્રોનાં મનઃસંચલન પ્રસ્તુત થાય છે, તેમાં ક્યાંક દીર્ઘતા અને પુનરુક્તિ લાગે પણ એમાં પ્રયોજાયેલાં રૂપકો, ઉપમાઓ, ઉત્પ્રેક્ષાઓ નવલકથાની ભાષાને કાવ્યાત્મકતા અર્પે છે.
એકસાથે અનેક વિષયોને ઊડણમાં લેતી પ્રેમચંદની આ પ્રસિદ્ધ નવલકથાનો અનુવાદ વાંચવો વાચકોને ગમશે.

નીના ભાવનગરી

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત