FORGE YOUR FUTURE

225 250 (10% Off)
Name: ફોર્જ યોર ફ્યુચર
SKU Code: 7268
Weigth (gms): 250
Year: 2015
Pages: 224
ISBN: 9789351980360
Availability: Out Of Stock

ફોર્જ યોર ફ્યુચર

Out Of Stock

Call For Availability: +91 9737224104

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

“જો તમામ મુશ્કેલીઓનો સામનો કરીને મારે જે મેળવવું છે તે હું પ્રાપ્ત કરી શકું, તો એ જ કામ કોઈ પણ કરી શકે છે. આ પુસ્તક દ્વારા આ જ સંદેશ આપવો છે અને જો તેના દ્વારા માત્ર એક યુવાન કે યુવતીને પોતાનું સ્વપ્ન સિદ્ધ કરવાની પ્રેરણા મળે, તો પણ મને એમ લાગશે કે મારો પ્રયત્ન ખરેખર સફળ થયો.

પાછલા એક દસમાં મને જે પત્રો મળ્યાં છે અને યુવાનોએ મને જે પ્રશ્નો પૂછ્યાં છે તેના પર આ પુસ્તક આધારિત છે. મારા જીવનના અંગત અનુભવો તેમજ જીવનમાં હું જે કંઈ શીખ્યો છું, તેના આધારે મેં એ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. એ જવાબ એવી વ્યાપક રીતે રજૂ કરવામાં આવ્યા છે કે જેથી એ પ્રકારની સમસ્યા કે પરિસ્થિતિનો સામનો કરી રહેલા તમામ વાચકોને તે ઉપયોગી થઈ પડે.”

પુસ્તકની પ્રસ્તાવનામાંથી,

ભારતના ૧૧મા રાષ્ટ્રપતિ શ્રી એપીજે અબ્દુલ કલામે રાષ્ટ્રપતિપદ છોડયું ત્યાર પછી પણ તેમની લોકપ્રિયતા જે રીતે શિખરને આંબતી રહી છે, તે નોંધપાત્ર ઘટના છે. યુવાનોમાં તે ખૂબ જ લોકપ્રિય છે અને યુવાનો સલાહ, માર્ગદર્શન તેમજ આશ્વાસન માટે તેમનો સંપર્ક કરતા રહે છે. રામેશ્વરથી રાષ્ટ્રપતિભવન સુધીના કઠિન રસ્તા પર તેમણે જે મુસાફરી કરી છે તેની કથા અને વ્યથાને તેમણે સારી રીતે પચાવી છે અને તેમના એ અનુભવોના નિચોડના આધારે જ તેમણે યુવાનોને માર્ગદર્શન, દિશાસૂચન અને ઉકેલો આપ્યા છે.

આપણે દરેકે જેનો સામનો કરવો પડે છે તેવા અંગત વિકાસના પડકારો તેમજ સમાજ અને રાષ્ટ્રની સમસ્યાઓ વિશે વાત કરીને આ પુસ્તક આપણને એક પ્રેરિત તેમજ સહેતુક જીવન જીવવાની દિશા ચીંધી બતાવે છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત