EXPIRY DATE

179 199 (10% Off)
Name: એક્સપાયરી ડેટ
SKU Code: 2837
Weigth (gms): 200
Year: 2019
Pages: 120
ISBN: 9789381442258
Availability: In Stock

EXPIRY DATE - એક્સપાયરી ડેટ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

સમય દરેક માણસને અવસર આપે છે. પોતાની પ્રિય વ્યક્તિ સાથે રહેવાનો, તેની સાથે સમય વિતાવવાનો, તેની સાથે યાદગાર ક્ષણો બનાવવાનો અને તેની સાથે જિંદગી જીવી લેવાનો અવસર દરેક માણસને મળતો હોય છે. આપણી પોતાની જિંદગી જીવી લેવાની દોડમાં આપણે એટલા બધા વ્યસ્ત થઈ જતા હોઈએ છીએ કે આપણી પ્રિય વ્યક્તિ સાથે ગાળવાનો સમય ધીમે ધીમે ઓગળતો જાય છે અને આપણને તેની જાણ પણ નથી થતી, મીણબત્તીઓની કદર ત્યારે જ થાય છે જ્યારે અંધારું વધતું જાય અને મીણ ઓગળતું જાય.

આ દુનિયામાં દરેક વસ્તુની, દરેક વ્યક્તિની, દરેક પરિસ્થિતિની, દરેક સુખ અને દરેક સંગાથની એક એક્સ્પાયરી ડેટ હોય છે. સમય તેની ધીમી પરંતુ મક્કમ ગતિથી તે એક્સ્પાયરી ડેટ તરફ આગળ વધતો જાય છે અને આપણને પાછળ ધકેલતો જાય છે. આપણા માટે સૌથી મોટી ચેલેન્જ એ જ હોય છે કે આપણી પ્રિય વ્યક્તિ સાથેના સંગાથની એક્સ્પાયરી ડેટ આવી જાય, એ પહેલાં પેલી પ્રિય વ્યક્તિ સાથેના સંબંધમાં સુખ શોધી લેવાનું હોય છે.

જેમ આપણા સુખનું આયુષ્ય હોય છે, એવી જ રીતે આપણા સાથનું, આપણે સાથે વિતાવી શકીએ એવા સમયનું પણ એક ચોક્કસ આયુષ્ય હોય છે. સંબંધો હંમેશા અમર ભલે હોય, પરંતુ આપણી ગમતી વ્યક્તિ સાથે વિતાવી શકાય એવા સમયની એક્સ્પાયરી ડેટ ચોક્કસ હોય છે.

તો ચાલો, જ્યાં સુધી હયાત છીએ ત્યાં સુધી સંબંધોને ઊજવી લઈએ. આપણી આસપાસ રહેલી ગમતી વ્યક્તિઓને કચકચાવીને ગળે મળી લઈએ, તેમનામાં સુખ શોધી લઈએ. ગમતા સંબંધોને વીંટળાઈને આજે જ રડી લઈએ, કારણ કે કાલની કોને ખબર છે ? દરેક ગમતો માણસ, દરેક ગમતો સંબંધ એક પવિત્ર ધામ જેવો હોય છે. એ સંબંધના પડછાયામાં એક ગજબની શાંતિનો અનુભવ થતો હોય છે. તે વ્યક્તિની સાથે સ્વર્ગનું સુખ મળતું હોય છે. બસ, આ ગમતી વ્યક્તિ સ્વર્ગવાસી થઇ જાય એ પહેલાં, તેમના સંગાથમાં મળતા સુખને આપણે અનુભવી લેવાનું છે.

આપણે એવી રીતે જીવી લેવાનું છે જાણે આવનારો દરેક દિવસ આપણા સંબંધોની એક્સ્પાયરી ડેટ લઈને આવવાનો છે અને કાલ સવારની તારીખ સંબંધોમાં સુખ શોધવાની છેલ્લી તારીખ છે. - ડૉ. નિમિત્ત ઓઝા


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત