DREAM CINEMASCOPE

428 475 (10% Off)
Name: ડ્રીમ સિનેમાસ્કોપ
SKU Code: 10347
Author: ANIL RAWAL
Weigth (gms): 350
Year: 2025
Pages: 248
ISBN: 9789366570471
Availability: In Stock

ડ્રીમ સિનેમાસ્કોપ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

‘ડ્રીમ સિનેમાસ્કોપ’ નવલકથાનું કથાબીજ લગભગ 20 વર્ષ પહેલાં ઊગેલું અને એ વખતે એનું નામ પાડેલું ‘ઇન્ટરવલ’. કારણ એ હતું કે નવલકથાની વાર્તા મુજબ નવલકથામાં બરાબર અધવચ્ચે ફ્રેન્ચ ફિલ્મ જેવો રોમાંચક ટ્વિસ્ટ આવે છે. ને પછી આખી નવલકથા નવો આંચકાદાયક વળાંક લે છે. હું અધવચ્ચે જ અટકી ગયો. નવલકથા કેમેય આગળ વધે જ નહીં. પછી તો હુંય પત્રકારત્વમાં ખૂંપી ગયો ને ઇન્ટરવલ' નવલકથા વિસરાઈ ગઈ...એક રાતે એક ઝબકારો થયો.

ઇન્ટ૨વલ પછી શું એનો રસ્તો મળી ગયો ને ‘ડ્રીમ સિનેમાસ્કોપ’ને નામે નવલકથા આકાર પામી.

‘ડ્રીમ સિનેમાસ્કોપ’માં ફિલ્મકલાકાર બનવા મુંબઈ આવેલા એક રંગકર્મીની વાત છે. સુપરસ્ટાર બનવા સુધીની સ૨ળ લાગતી આ મર્ડર મિસ્ટરી થ્રિલર, પળે પળે આંચકા આપે છે અને મધ્યાંતરે વાચકોને એક જબરજસ્ત ઝટકો મળે છે. આ રહસ્યમય કથામાં પછી શું થાય છે એ જાણવું હોય તો ‘ડ્રીમ સિનેમાસ્કોપ’ વાંચવી રહી. એમાંય રંગભૂમિ અને ફિલ્મોના ઉભરતા કલાકારોએ તો ખાસ.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત