DOCTORNI DIARY PART: 8

180 200 (10% Off)
Name: ડૉક્ટરની ડાયરી ભાગ: ૮
SKU Code: 6639
Weigth (gms): 300
Year: 2019
Pages: 192
ISBN: 9789351981039
Availability: In Stock

ડૉક્ટરની ડાયરી ભાગ: ૮

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

ર્ડા. શરદભાઈ છેલ્લાં 21-21 વરસથી લખતા રહ્યા છે. આ એકવીસ વરસમાં જમાનાએ ડબલ યુ-ટર્ન મારી લીધા છે. બોલપેન હવે પેન ડ્રાઈવમાં પરિવર્તિત થઈ ગઈ છે. અને ગુલાબી પત્રો હવે એસ.એમ.એસ. બની ગયા છે. એક આખેઆખો યુગ આથમી ગયો છે, પણ ર્ડા. શરદ ઠાકર યુગ નથી આથમ્યો. એક જમાનામાં યુવાનો સ્ટ્રીટ લાઈટના અજવાળામાં ટોળે વળીને રવિવારની સવારે ઓલરેડી વંચાઈ ગયેલા ‘ગુલાબ’ ની સુગંદ ફરી વાર સમૂહમાં માણતા હતા. આજે લાખો યુવાનો-યુવતીઓ એ જ સુગંધ ઇન્ટરનેટ ઉપર માણતા રહે છે. ‘ ર્ડા. ની ડાયરી’ આજે પણ ગુજરાતના હજારો વિદ્યાર્થીઓને સાચા અને સારા ર્ડાક્ટર બનવાની પ્રેરણા પૂરી પાડે છે. આજેય હજારો યુવતીઓ ‘રણમાં ખીલ્યું ગુલાબ’ વાંચવા માટે જીવે છે અને પ્રેમમાં નાસીપાસ થયેલી સેંકડો યુવતીઓ ર્ડા. શરદના એક ટેલિફોનિક આશ્વસન પછી આત્મહત્યા કરવાનું માંડી વાળે છે. કારણ? કારણ માત્ર એ જ કે ર્ડા. શરદ ઠાકર માત્ર કલમથી નથી લખતા, પણ કસબથી લખે છે ; દિમાગથી નહીં, દિલથી લખે છે; માત્ર પારદર્શક જ નથી લખતા, ધારદર્શક પણ લખે છે. ર્ડા. શરદ ઠાકરને વાંચીને એક આખી પેઢી મોટી થઈ ગઈ છે અને આજે બીજી પેઢી જુવાન થઈ રહી છે. એમને વાંચવા માટે કેટલા લોકો પાગલ છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. સ્વ. સુરેશ દલાલની આ પંક્તિઓ સહેજ ફેરફાર સાથે ટાંકું છું. શરદભાઈને મારે કહેવું છે : પૂછતા નહીં કેટલા પાગલ, કેટાલ પાગલ ! આભમાં જો ને જેટલાં વાદળ, એટલા પાગલ. ર્ડા. શરદભાઈની આ વિકારપ્રૂફ વાર્તાઓને આપણે અભિનંદનના અક્ષત લઈને, કૃતજ્ઞાતાનું તિલક કરીને હાથ, હૈયું અને મસ્તક વડે સ્વાગત કરીએ.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત