DOCTORNI DIARY PART: 14

360 400 (10% Off)
Name: ડોક્ટરની ડાયરી ભાગ: ૧૪
SKU Code: 10155
Weigth (gms): 230
Year: 2025
Pages: 300
ISBN: 9789393237040
Availability: In Stock

ડોક્ટરની ડાયરી ભાગ: ૧૪

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

વિશ્વના કોઈ પણ દેશમાં, કોઈ પણ ભાષાના અખબારમાં, કોઈ પણ ડૉક્ટરે પોતાના દર્દીઓ સાથેના પ્રસંગોને જીવનરસમાં ઝબોળીને રજૂ કર્યા હોય અને તે ત્રણ-ત્રણ દશકો સુધી વાચકોએ વધાવ્યા હોય તેવી ઘટના ગુજરાતની બહાર ક્યાંય ઘટિત થઈ નથી. એવું પણ નથી કે આવા પ્રયત્નો થયા નથી, જરૂર થયા છે, પણ વાચકોએ સ્વીકાર્યા નથી.


જેવી રીતે આપણા મહાન સાહિત્યકાર શ્રી મેઘાણીએ ગામડાની ધૂળ ફંફોસીને, ઝૂંપડાંઓમાં ફરીને, અભણ ગ્રામ્યજનોને મળીને અણમોલ કથાઓને વીણીને પોતાની શૈલીમાં અમરતા બક્ષી દીધી છે એવી જ મહેનતથી મેં પણ સાવ અજાણ્યા ડૉક્ટરોને મળીને, એમના અનુભવોના હડપ્પાનું ઉત્ખનન કરીને માણસાઈના દીવાઓ શોધી કાઢ્યા છે અને ગુજરાતીઓ સમક્ષ પ્રકાશિત કર્યા છે.

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

પૂછતા નહીં કેટલા પાગલ, કેટલા પાગલ !

આભમાં જો ને જેટલાં વાદળ, એટલા પાગલ.

સામાન્ય રીતે લખવું હોય તો અંગૂઠા અને આંગળી વચ્ચે પેન પવી પડે, પણ હું આજેલખવાનું શરૂ કરતા પહેલાં મારા કાનની બૂટ પડું છું, કારણ કે શરદભાઈ મારા ગુરુ છે અને આવી આપણી પરંપરા છે.

ડૉ. શરદભાઈ છેલ્લાં ૨૧-૨૧ વરસથી લખતા રહ્યાા છે. આ એક્વીસ વરસમાં માનાએ બલ યુ-ટર્ન મારી લીધા છે. બોલપેન હવે પેન ડ્રાઇવમાં પરિવર્તિત થઈ ગઈ છે અને ગુલાબી પત્રો હવે એસ.એમ.એસ. બની ગયા છે. એકઆખેઆખો યુગ આથમી ગયો છે, પણ ડૉ. શરદઠા યુગ નથી આથમ્યો.

એક જ્માનામાં યુવાનો સ્ટ્રીટલાઇટ્ના અજ્વાળામાં ટોળે વળીને રવિવારની સવારે ઓલરેડી વંચાઈ ગયેલા ‘ગુલાબ”ની સુગંધ ફરી વાર સમૂહમાં માણતા હતા. આજેલાખો યુવાનો-યુવતીઓ એ જસુગંધ ઇન્ટરનેટ ઉપર માણતા રહે છે. ‘ડૉ.ની ડાયરી’ આજેપણ ગુજરાતના હજારો વિદ્યાર્થીઓને સાચા અને સારા ડૉક્ટર બનવાની પ્રેરણા પૂરી પાડે છે. આજ્ય હજારો યુવતીઓ ‘રણમાં ખીલ્યું ગુલાબ' વાંચવા માટે જીવે છે અને પ્રેમમાં નાસીપાસ થયેલી સેંડો યુવતીઓ ડૉ. શરઘ્ના એક ટેલિફોનિક આશ્વાસન પછી આત્મહત્યા કરવાનું માંડી વાળે છે.

કારણ ? કારણ માત્ર એ જ કે ડૉ. શરદ ઠાકર માત્ર ક્લમથી નથી લખતા, પણ ક્સબથી લખે છે; દિમાગથી નહીં, દિલથી લખે છે; માત્ર પારદર્શક જ નથી લખતા, ધારદર્શક પણ લખે છે.

ડૉ. શરદ ઠાકરને વાંચીને એક આખી પેઢી મોટી દાઈ ગઈ છે અને આજે બીજી પેઢી જુવાન થઈ રહી છે. એમને વાંચવા માટેલા લોકો પાગલ છેતેનો અંદાજલગાવવો મુશ્કેલ છે. સ્વ. સુરેશ હ્લાલની આ પંક્તિઓ સહેજફેરફાર સાથે ટાંકુંછું. શરદભાઈને મારે હેવું છે: પૂછતા નહીં કેટલા પાગલ, કેટલા પાગલ !

આભમાં જો ને જેટલાં વાદળ, એલા પાગલ.

ડૉ. શરદભાઈની આ વિકારપ્રૂફ વાર્તાઓને આપણે અભિનંદનના અક્ષત લઈને, કૃતજ્ઞાતાનું તિલક કરીને હાથ, હૈયું અને મસ્તક વડે સ્વાગત કરીએ.


તા. ૨૯-૭-૨૦૧૩

અમદાવાદ

રાજ ભાસ્કર

લેખક અને પત્રકાર ગુજરાતસમાચાર/સાધના


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત