DOCTORNI DIARY PART: 12

248 275 (10% Off)
Name: ડોક્ટરની ડાયરી ભાગ: ૧૨
SKU Code: 10153
Weigth (gms): 300
Year: 2022
Pages: 218
ISBN: 9789393223784
Availability: In Stock

ડોક્ટરની ડાયરી ભાગ: ૧૨

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

સંવેદનાઓને શબ્દોમાં ઢાળતા પ્રગટ સારસ્વત

ડૉ. શ૨દ ઠાક૨ એક બાહોશ તબીબ જ નહીં, પરંતુ પ્રતિભાસંપન્ન લેખક પણ છે. તેઓ માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહીં, પરંતુ સામાજિક સ્વાસ્થ્યનું નિદાન ક૨ના૨ કુશળ પ્રતિભા છે. તે પછી તેમણે અનુભવેલા અવલોકનને શબ્દોમાં ઢાળતા શ્રેષ્ઠ સાહિત્યકાર પણ છે. બીજા શબ્દોમાં કહીએ તો તેઓ ‘પ્રગટ સારસ્વત' છે. તબીબી વ્યવસાયની સાથે સાથે તેમણે જોયેલાં, અનુભવેલા અને સાક્ષી બનેલા પાત્રોની કથાઓને અત્યંત ખૂબીપૂર્વક શબ્દોમાં ઢાળી તેમણે ઉત્કૃષ્ટ સાહિત્યનું સર્જન કર્યું છે.

બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા ડૉ. શરદ ઠાકર ‘ડૉક્ટરની ડાય૨ી’ અને ‘રણમાં ખીલ્યું ગુલાબ’ નામની કટારો દ્વારા ગુજરાતી વાચકોના હ્રદયમાં અદકેરું સ્થાન ધરાવે છે. છેલ્લાં 30 કરતાં વધુ વર્ષોથી અવિરત રહેલી તેમની કલમ ગુલાબની સુકોમળ પાંખડીઓની જેમ સદાય ખુલ્લૂસભર ને તાજગીભરી રહી છે. લોકહૃદયમાં અનહદ લોકપ્રિયતા ધરાવતા ડૉ. શરદ ઠાકરની લેખિત ઉજ્જડ અને વેરાન રણમાં વીરડી જેવી લાગે છે. એમાં માનવીનાં દર્દોની સંવેદનાઓ પણ છે અને સુખ, શાંતિ અને સંતૃપ્તિનો અહેસાસ પણ છે. તેમના પ્રત્યેક લેખો અને કથાઓ લોકહ્રદયમાં સોંસરવાં ઊતરી જાય એવાં સરળ અને હૃદયંગમ પણ છે. તેઓ પરિવારપ્રિય સાહિત્યકાર છે. તેમનાં સાહિત્યસર્જનમાં ક્યાંયે કૃત્રિમતા કે આડંબર નથી. તેમનાં લખાણોમાં માત્ર ને માત્ર સત્યનો જ સંવેદનશીલ આભાસ છે. કહેવાય છે કે કલ્પનાઓ ક૨તાં સત્ય વધુ અચ૨જ પમાડે તેવું હોય છે. એમણે ૨જૂ કરેલી કથાઓ આજના સમાજની પરિસ્થિતિનું એક પ્રકા૨ણ દસ્તાવેજીક૨ણ પણ છે. એમનાં લખાણો સ્વચ્છ, શાલીન અને સુસંસ્કૃત પણ છે. એમનો સ્ટેથોસ્કોપ હદયની નળીઓના ધબકારા સાંભળે છે તો તેઓ એની સાથે સાથે તેમને મળવા આવનારી દર્દી કે પાત્રના હ્રદયની સંવેદના પણ સાંભળી લે છે અને એ જ કારણથી જ ડૉ. શરદ ઠાકર

દેવેન્દ્ર પટેલ

(વરિષ્ઠ પત્રકાર અને જાણીતા લેખક

‘કભી કભી’ કૉલમ ફેમ)

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત