CHINTAN STORIES CAFE

194 215 (10% Off)
Name: ચિંતન સ્ટોરીઝ Cafe
SKU Code: 10270
Weigth (gms): 250
Year: 2022
Pages: 148
ISBN: 9789395339087
Availability: In Stock

ચિંતન સ્ટોરીઝ Cafe

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

કૃષ્ણકાંત ઉનડકટ 'સંદેશ'માં એક્ઝિક્યૂટિવ એડિટર છે. 36 વર્ષથી
પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય તેમણે અગાઉ ‘ગુજરાત સમાચાર', 'દિવ્ય ભાસ્કર',
'અભિયાન'માં એડિટર તરીકે અને ‘ચિત્રલેખા' અને 'સમકાલીન' જેવાં માધ્યમોમાં
મહત્ત્વના હોદ્દા પર ફરજ અદા કરી છે. તેઓનું આ 18મું પુસ્તક છે. તેમની સુપ્રસિદ્ધ
કૉલમ ‘ચિંતનની પળે’માં વચ્ચે આવતી નાની નાની વાર્તાઓમાંથી થોડીક ગમે અને
દિલને સ્પર્શે એવી વાર્તાઓ પસંદ કરીને આ પુસ્તકમાં સમાવવામાં આવી છે. બી.કોમ,
એલએલ.બી. અને માસ્ટર ઓફ જર્નાલિઝમનો અભ્યાસ કરનાર તેમણે આઈઆઈએમ,
ઇન્દોરમાં પત્રકારત્વની વિશેષ તાલીમ લીધી છે. સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર
મોદીના હસ્તે નેશનલ ઍવોર્ડ ફોર જર્નાલિઝમ સહિત અનેક ઍવોર્ડ તેમને મળ્યા છે.
'સંદેશ'ની રવિવારની ‘સંસ્કાર પૂર્તિમાં પ્રસિદ્ધ થતી તેમની ‘ચિંતનની પળે” કૉલમ અને
બુધવારની ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિમાં પ્રસિદ્ધ થતી ‘દૂરબીન’ કોલમ વાચકોમાં ખૂબ જ
લોકપ્રિય છે. 'સંદેશ'માં તેઓ સાંપ્રત ઘટનાઓ વિશે ડેઇલી કોલમ 'એકસ્ટ્રા કોમેન્ટ' પણ
લખે છે. મોટિવેશનલ સ્પીકર અને ટેલિવિઝન ડિબેટમાં રાજકીય વિશ્લેષક તરીકે પણ
તેઓ જાણીતા છે. તેમના લેખોમાં જિંદગી, પ્રેમ, સંવેદના, સંબંધો, સંવાદ અને સહજતા
સહિતના માનવીય મૂલ્યો ઉજાગર થાય છે. તેમને વાંચવા એ એક લહાવો છે.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત