CHINTAN AHESAS

270 300 (10% Off)
Name: ચિંતન અહેસાસ
SKU Code: 5694
Weigth (gms): 360
Year: 2018
Pages: 248
ISBN: 9788184409475
Availability: In Stock

ચિંતન અહેસાસ

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

કૃષ્ણકાંત ઉનડકટ ‘દિવ્ય ભાસ્કર’ દૈનિક, અમદાવાદમાં મેગેઝિન એડિટર છે. તેમની ‘ચિંતનની પળે’ કોલમ ‘દિવ્ય ભાસ્કર’ની બુધવારની ‘કળશ’ પૂર્તિમાં પ્રસિદ્ધ થાય છે. આ કોલમ અગાઉ ‘ગુજરાત સમાચાર’ દૈનિકની રવિ પૂર્તિ ‘સંદેશ’ દૈનિકની રવિવારની સંસ્કાર પૂર્તિ તથા ‘અભિયાન’ સાપ્તાહિકમાં પ્રસિદ્ધ થતી હતી. આ તેમનું દસમું પુસ્તક છે. ‘ચિંતનની પળે’ કોલમના લેખોના સંગ્રહનું આ આઠમું પુસ્તક છે. આ અગાઉ લેખકના ‘ચિંતનની પળે’ (ચાર આવૃત્તિ), ચિંતનને ચમકારે (ત્રણ આવૃત્તિ), ‘ચિંતનને અજવાળે’ (બે આવૃત્તિ), ચિંતન @24x7 (બે આવૃત્તિ) ‘અહા ! ચિંતન’ અને ‘ચિંતન સતરંગી’ પુસ્તક પ્રસિદ્ધ થયાં છે. આ ઉપરાંત ‘દૂરબીન’ કોલમ કોલમના ચુનંદા લેખોનું પુસ્તક ‘દૂરબીન’ અને કાના બાંટવા સાથે ‘આમને -સામને’ નામનું પુસ્તક પણ પ્રસિદ્ધ થયું છે. ‘ચિંતનની પળે’ કોલમ ઉપરાંત ‘દિવ્ય ભાસ્કર’ની રવિવારની ‘રસરંગ’ પૂર્તિમાં તેમની ‘દૂરબીન’ કોલમ પ્રસિદ્ધ થાય છે. ‘દિવ્ય ભાસ્કર’ની ડેઈલી કોલમ ‘ન્યૂઝ વોચ’માં તેઓ સાંપ્રત વિષયો પર લખે છે. ટેલિવિઝન પર ખાસ કાર્યક્રમો તથા રાજકીય વિશ્લેષણ માટે પણ તેઓ જાણીતા છે. જીવન અને પોઝિટિવ થિંકિંગ વિશેના તેમનાં પ્રવચનો માણવા પણ લોકોને ગમે છે. સાડા ત્રણ દાયકા જેટલી લાંબી પત્રકારત્વની કરિયર દરમિયાન તેમણે જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, વડોદરા, સુરત, દિલ્હી અને અમદાવાદ જેવાં શહેરોમાં તંત્રી તરીકે ફરજ બજાવી છે. તેમના લેખોમાં માનવીય સંવેદના ખીલી ઊઠે છે. સંબંધ, પ્રેમ, લાગણી અને જિંદગી વિશે તેમનું ચિંતન જરાયે ભારેખમ લાગતું નથી અને દિલને સ્પર્શી જાય છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત