CHANAKYA NA 100 SHRESHTH SUTRO

315 350 (10% Off)
Name: ચાણક્ય ના ૧૦૦ શ્રેષ્ઠ સૂત્રો
SKU Code: 10310
Weigth (gms): 300
Year: 2026
Pages: 248
ISBN: 9788168099173
Availability: In Stock

ચાણક્ય ના ૧૦૦ શ્રેષ્ઠ સૂત્રો

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

એક સારો માર્ગદર્શક તમારું જીવન પરિવર્તિત કરી શકે છે, પરંતુ એવો માર્ગદર્શક મળવો મુશ્કેલ હોય છે. ભારતના સૌથી બુદ્ધિશાળી વ્યૂહરચનાકારોમાંથી એકના માર્ગદર્શનથી તમારી સંપૂર્ણ ક્ષમતાને ઉજાગર કરવાની આ એક દુર્લભ તક છે.

પ્રાચીન અર્થશાસ્ત્રમાંથી જ્ઞાન લઈને, બેસ્ટસેલિંગ લેખક રાધાકૃષ્ણન પિલ્લઈ ચાણક્યના આદરને પાત્ર સૂત્રોને આધુનિક વાચકો માટે રોજિંદા જીવનમાં ઉપયોગી જ્ઞાનમાં પરિવર્તિત કરે છે.

ભારતના અગ્રણી ચાણક્ય નિષ્ણાત પિલ્લઈએ લગભગ ૬,૦૦૦ મૂળ સૂત્રોમાંથી સૌથી શક્તિશાળી ૧૦૦ સૂત્રોની પસંદગી કરી છે અને આ અનેરા પુસ્તકમાં નેતાઓ, વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓ માટે તેમને વ્યવહારુ માર્ગદર્શનના રૂપમાં રજૂકર્યા છે. ભલે વાત બોર્ડરૂમની હોય કે વ્યક્તિગત જીવનની, આ જીવનપાઠ તમને દૃઢ વિશ્વાસ સાથે વિચારવા, કાર્ય કરવા અને આત્મવિશ્વાસ સાથે નેતૃત્વ કરવા સશક્ત બનાવશે.

આ પુસ્તકમાં શોધો સમયની કસોટી પર ખરા ઉતરેલા અભિગમોઃ

·       નેતૃત્વ ક્ષમતાનો વિકાસ

·       કારકિર્દીની પ્રગતિ સુનિશ્ચિત કરવી

·       નાણાં વ્યવસ્થાપન શીખવું

·       યોગ્ય નિર્ણય લેવાની કુશળતા વિકસાવવી

·       વ્યક્તિગત સંબંધો અને વ્યાવસાયિક નેટવર્કનું નિર્માણ કરવું

અને ઘણું બધું...

આ પુસ્તક તમારા ઇચ્છિત જીવનનું નિર્માણ કરવા માટેની તમારી યાત્રામાં એક વિશ્વસનીય સાથી બની રહેશે.

રાધાકૃષ્ણન પિલ્લઈ રાષ્ટ્રીય બેસ્ટસેલિંગ લેખક, જાણીતા મેનેજમેન્ટ સલાહકાર અને વક્તા છે. તેમણે સંસ્કૃતમાં માસ્ટર્સ ડિગ્રી અને કૌટિલ્યના અર્થશાસ્ત્ર પર પીએચ.ડી. પ્રાપ્ત કરી છે તેઓ મુંબઈ યુનિવર્સિટી ખાતે ચાણક્ય ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ લીડરશિપ સ્ટડીઝ (CIILS) ના સ્થાપક અને નિયામક છે તેમજ તેમની લીડરશિપ તાલીમ અને કન્સલ્ટિંગ સંસ્થા ચાણક્ય આવીક્ષિકી પ્રા. લિ. ના મુખ્ય માર્ગદર્શક છે.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત